Andhra Pradesh: આંધ્ર પ્રદેશમાં ફરી 'નાયડુ રાજ', પવન કલ્યાણ ડેપ્યુટી CM, 35 કરોડનું છે ઘર...નેટવર્થ 900 કરોડથી પણ વધુ

વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં તેમનો શપથગ્રહણ સમારોહ આયોજિત થયો હતો. આંધ્ર પ્રદેશમાં સતત ચોથી વખત તેલગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રીના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને NDAના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Andhra Pradesh: આંધ્ર પ્રદેશમાં ફરી 'નાયડુ રાજ', પવન કલ્યાણ ડેપ્યુટી CM, 35 કરોડનું છે ઘર...નેટવર્થ 900 કરોડથી પણ વધુ

આંધ્ર પ્રદેશમાં એકવાર ફરીથી નાયડુ રાજ આવી ગયું છે. ચંદ્રબાબુ નાયડુએ આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં તેમનો શપથગ્રહણ સમારોહ આયોજિત થયો હતો. આંધ્ર પ્રદેશમાં સતત ચોથી વખત તેલગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રીના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને NDAના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.. એટલું જ નહીં લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ફરી એકવાર વિજયવાડામાં NDAની શક્તિનું પ્રદર્શન થયું હતું. આ શપથની સાથે જ સૌથી વધુ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ ચંદ્રબાબુ નાયડુએ પોતાના નામે કરી લીધો છેતેમની ગણતરી અમીર નેતાઓમાં થાય છે. તેમના ચૂંટણી સોગંદનામા મુજબ તેમની પાસે કુલ 931 કરોડ  રૂપિયાની સંપત્તિ છે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને NDAના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.. એટલું જ નહીં લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ફરી એકવાર વિજયવાડામાં NDAની શક્તિનું પ્રદર્શન થયું હતું.. જુઓ આ રિપોર્ટ.. 

પવન કલ્યાણ ડેપ્યુટી સીએમ
તેલુગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના 24મા મુખ્યમંત્રી બન્યા છે.. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા.. રાજ્યમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ નાયડુના નામે છે. તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં તેમના ભાઈ અને દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ હાજર રહ્યા હતા. નાયડુ ઉપરાંત જનસેના પ્રમુખ અને એક્ટર પવન કલ્યાણે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા.. નવી સરકારમાં CM ડેપ્યુટી CM સહિત 25 મંત્રીઓ હશે.નાયડુને મંગળવારે આંધ્ર પ્રદેશમાં NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.. પવન કલ્યાણ વિધાનસભામાં ફ્લોર લીડર તરીકે ચૂંટાયા હતા. આ પછી નાયડુ અને કલ્યાણ રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

જ્ઞાતિ સમીકરણ
નાયડુની નવી સરકારમાં જ્ઞાતિનું પણ સમીકરણ જોવા મળ્યું છે. જેમાં પછાત વર્ગના 8 નેતાઓને મંત્રી બનાવાયા છે. આ સિવાય અનુસુચિત જાતિમાંથી 3 ચહેરાઓની પસંદગી થઈ છે. જ્યારે અનુસુચિત જનજાતિમાંથી 1 નેતાને સામેલ કરવામાં આવ્યો છે. નાયડુએ કમ્મા અને કાપુ સમુદાયોમાંથી 4-4 મંત્રીઓને સામેલ કર્યા છે. રેડ્ડી સમુદાયના 3 નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. જ્યારે વૈશ્ય સમુદાયના 1 નેતાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ચંદ્રબાબુ નાયડુ ખુદ કમ્મા સમુદાયમાંથી આવે છે જ્યારે પવન કલ્યાણ કાપુ સમુદાયમાંથી આવે છે. 74 વર્ષીય ચંદ્રબાબુ નાયડુએ 1970ના દાયકામાં કોંગ્રેસ સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.. તેઓ 1978માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને 1980 થી 1982 સુધી રાજ્યની કોંગ્રેસ સરકારમાં મંત્રી રહ્યા હતા. તેલગૂ દેશમ પાર્ટીનો NDAમાં સામેલ થવાનો કિસ્સો પણ રસપ્રદ છે.

ક્યારે સામેલ થઈ એનડીએમાં
ટીડીપી 1996માં એનડીએમાં સામેલ થઈ હતી. આ પાર્ટી 1998માં વાજપેયી અને 2014માં નરેન્દ્ર મોદીની સરકારમાં ગઠબંધનનો ભાગ હતી. ટીડીપી-ભાજપ 2014માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે લડ્યા હતા. મોદી સરકારે આંધ્રપ્રદેશને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાનો ઇનકાર કર્યા બાદ 2018માં TDP NDAમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી પીએમ મોદી અને નાયડુએ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન એકબીજા વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે ફેબ્રુઆરી 2019માં જાહેરાત કરી હતી કે નાયડુ માટે NDAના દરવાજા હંમેશ માટે બંધ છે. 5 વર્ષ પછી, નાયડુ અને શાહ જૂન 2023માં મળ્યા હતા. ત્યારબાદ માર્ચ 2024માં બંને પક્ષો ફરી એક થયા.

ટીડીપીએ નાયડુના નેતૃત્વમાં 1999ની ચૂંટણી જીતી હતી. નાયડુ બીજી વખત સીએમ બન્યા અને 2004 સુધી સત્તામાં રહ્યા. ત્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણા એક રાજ્ય હતા. વિધાનસભામાં કુલ 294 બેઠકો હતી. જેમાંથી ટીડીપીએ 180 સીટો જીતી હતી. નાયડુ આગામી 10 વર્ષ સુધી સત્તાથી દૂર રહ્યા.

આંધ્રના સીએમ પર 10 કરોડનું દેવું
આંધ્ર પ્રદેશમાં હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ટીડીપી અને સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણની પાર્ટી જનસેના સાથે મળીને ચૂંટણી લડી હતી. આ ગઠબંધનને રાજ્યમાં 164 સીટો મળી છે. જેમાથી ટીડીપીને 135, જનસેના પાર્ટીને 21 અને ભાજપને 8 સીટ મળી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને સોંપેલા સોગંદનામા મુજબ નાયડુ પાસે 931 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે. જ્યારે તેની ઉપર 10.38 ક રોડ રૂપિયાનું દેવું પણ છે. MyNeta.info પર આ જાણકારી ઉપલબ્ધ છે. 

5 વર્ષમાં વધી સંપત્તિ
સોગંદનામા મુજબ ચંદ્રબાબુ નાયડુ અને તેમના પત્ની નારા ભુવનેશ્વરીની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ સમયગાળામાં તેમની નેટવર્થ 39 ટકા વધી છે. 2019માં તેમની પાસે 668 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. તેમની અને તેમની પત્ની પાસે રહેલી ચલ સંપત્તિની વાત કરીએ તો બંને પાસે સોના, ચાંદી સહિત 3 કરોડ રૂપિયાની જ્વેલરી છે. જ્યારે ચંદ્રબાબુ પાસે 11560 રૂપિયા કેશ, પત્ની પાસે 28922 રૂપિયા કેશ અને બેંક એકાઉન્ટમાં 13 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ છે. 

શેરનો મોટો હિસ્સો
ચંદ્રબાબુની નેટવર્થમાં એક મોટો હિસ્સો તેમના પત્નીની વિવિધ કંપનીઓમાં સ્ટેક હોલ્ડિંગનો છે. ચૂંટણી સોગંદનામા મુજબ પત્ની નારા ભુવનેશ્વરી હેરિટેજ ફૂડ્સ કંપનીમાં મોટા શેર હોલ્ડર્સ છે. 1992માં હેરિટેજ ફૂડ્સની સ્થાપના થઈ હતી. જેના શેર બજારમાં લિસ્ટેડ છે. ભુવનેશ્વરી પાસે આ કંપનીના 22611525 શેર છે. તેની કુલ કિંમત 763 કરોડ રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત તેમની પાસે બેંક ઓફ બરોડા, Nirvana Holdings Privet, Heritage Finlease Ltdના શેર છે. 

કરોડોનું ઘર
સીએમ ચંદ્રબાબુ નાયડુના નામ પર એક એમ્બેસેડર કાર છે જેની કિંમત 2.20 લાખ રૂપિયા છે. અચલ સંપત્તિની વાત કરીએ તો નાયડુના નામ પર કોઈ ખેતી યોગ્ય જમીન થી. જ્યારે પત્નીના નામ પર લગભગ 55 કરોડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news