ચેતન પટેલ/સુરત: નાના તાલુકાના હીરાના કારખાનેદારો માટે રફ ડાયમંડની સપ્લાઇ માટે જેમ એન્ડ જવેલરી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે. જેનાથી રૂલર એરિયામાં મરણ પથારીએ પડેલ હીરા ઉઘોગ ફરીથી જીવંત બનશે તેવી આશા સેવાય રહી છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉઘોગમા એક પછી એક ઉઠામણાંનો દૌર શરૂ રહેતા મંદીનુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. બેંકો દ્વારા પણ હીરા ઉઘોગકારોને કોઇ પણ પ્રકારની લોન આપવામા આવી નથી રહી, અને જે લોન આપવામા આવી છે તેમા પણ 20 ટકા રકમ ભરપાઇ કરાવી દેવામા આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેને કારણે નાના હીરા ઉઘોગકારો એકદમ પડી ભાંગ્યા છે. રુરલ એરિયામા અંદાજિત 25 થી 30 ટકા હીરાના કારખાનાઓ મંદી અને માલની સપ્લાયના ઉણપના કારણે બંધ થઇ ચૂકયા છે. જેના પરિણામે રત્નકલાકારો બેકાર બનવાની નોબત આવી છે. ત્યારે આ વાતને ગંભીરતાથી લઇ જીજેઇપીસી દ્વારા સાત જેટલા ડાયમંડ એસોસિયેશન પ્રમુખ સાથે એક મિટિંગનુ આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ.


બાનાસકાંઠા: યુવકે કર્યું એવું કામ જે સાંભળી ઉકળી જશે તમારૂ લોહી


જેમા આ તમામ પ્રશ્નોને લઇને ચર્ચા વિચારણા કરવામા આવતી હતી. જેના પરિણામ સ્વરુપે સુરતમા કેટલાક મોટો રફ સપ્લાયરો આગળ આવ્યા છે. આ સપ્લાયરો દ્વારા નવસારી, અમરેલી, જૂનાગઢ, વિસનગર, ખંભાત તથા મહુવા જેવા વિસ્તારોના વેપારીઓને રફ પુરી પાડશે. આ સમગ્ર ઘટનામા જીજેઇપીસી પર સપ્લાયરો વિશ્વાસ મુકી જે તે એસોશિયેશનના પ્રમુખને સીધી રફ પહોંચાડશે. કારણે નાના કારખાનાઓ માટે રફની માંગ 200 કેરેટ જેટલી હોય છે જ્યારે સપ્લાયરો મોટી માત્રામા રફ સપ્લાય કરતા હોય છે. 


અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં યુવકે ઘાબા પરથી કુદી કરી આત્મહત્યા


આવી પરિસ્થિતિમા સપ્લાયરો ડાયરેકટર ડાયમંડ એસોસિયેશનના પ્રમુખને મોટી માત્રામા રફ પુરી પાડશે, જ્યાથી જે પણ નાના વેપારીઓને રફની જરુરિયાત હશે તે પ્રમાણે તેઓને રફ સપ્લાય કરવામા આવશે. આ નવતર પ્રયાસના કારણે જે મરણ પથારીએ નાના કારખાનાઓ પડી રહેલા હતા તેઓ જીવંત બનશે સાથોસાથ બેરોજગારનુ પ્રમાણ પણ ઘટશે.