ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં વધુ એક નકલી પોલીસ ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી બનીને રોફ જમાવીને મોબાઈલ તેમજ પૈસા પડાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મણિનગર અને એલિસબ્રિજ વિસ્તારના 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે. ત્યારે કોણ છે આ આરોપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ઘર હશે તો કહેવાશો અદાણી-અંબાણી, રાતોરાત મુંબઇ કરતાં વધ્યા પ્રોપર્ટીના ભાવ


પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મૌલિક કંસારાએ નકલી પોલીસ બનીને રોફ જમાવીને મોબાઈલ અને રોકડ રૂપિયા પડાવ્યા. નકલી પોલીસ મૌલિક કંસારાને લઈને ખાડિયા પોલીસને બાતમી મળતા તેની ધરપકડ કરી હતી અને તપાસમાં મણિનગર તેમજ એલિસબ્રિજના 3 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. મણિનગરમાં આરોપી બાઈક પર નીકળ્યો હતો ત્યારે સગીર વયના બે બાળકો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવીને પોલીસની ઓળખ આપીને મોબાઈલ પડાવ્યો અને એક બાળકના કાનમાં પહેરેલી સોનાની કડીને જવેલર્સ પાસે લઈ જઈને કઢાવી દીધી. આ ઘટનાને લઈને મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


લાઈનો બની ભૂતકાળ! ST બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરોને ઘર બેઠા મળશે આ સુવિધા


પકડાયેલ નકલી પોલીસ ખાડિયા વિસ્તારમાં પણ રોફ જમાવતો હતો. દેખાવમાં પોલીસ જેવો બાંધો હોવાથી તે પોલીસ સ્ટેશનમાં પણ ફરતો હતો. એટલું જ નહીં તેની વિરુદ્ધ ખાડીયામાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે. આ આરોપીએ મણિનગરમાં નકલી પોલીસ બનીને ગુનો કર્યા બાદ એલિસબ્રિજ વિસ્તારમાં પણ ગેસના સિલિન્ડર લઈને જતા પેન્ડલ રીક્ષા વાળાને અટકાવીને 7 હજાર રૂપિયા પડાવ્યા. આ વિસ્તારમાં બે વ્યક્તિને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ બનીને પૈસા પડાવનાર આરોપી મૌલિક કંસારા વિરુદ્ધ  એક દિવસમાં 3 ગુના નોંધાયા છે.


રિવરફ્રન્ટ જતા લોકોને હવે નહીં રહે ગાડીની ચિંતા, જોઈ લો એક- બે નહીં 7 માળનું પાર્કિગ


ખાડિયા પોલીસે આરોપીને મણિનગર પોલીસ ને સોંપતા પોલીસે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત એલિસબ્રિજ પોલીસ પણ કસ્ટડી મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરશે. હાલમાં આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી નકલી પોલીસ બનીને પૈસા પડાવ્યા છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.


Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો