ગુજરાતના આ ગોપાલકે બનાવી સૌથી મોટી 125 ફૂટની લાંબી અગરબત્તી
વડોદરાના એક ગોપાલક દ્વારા વિશ્વની સૌથી મોટી 125 ફૂટની અગરબત્તી બનાવી છે. તેઓએ દેશ ભરમાં ગૌમાતાની સુરક્ષા અને સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાનોના દીર્ધાયુષ્ય માટે આ વિશાળ આકારની અગરબત્તી બનાવી છે.
તૃષાર પટેલ, વડોદરા: વડોદરાના એક ગોપાલક દ્વારા વિશ્વની સૌથી મોટી 125 ફૂટની અગરબત્તી બનાવી છે. તેઓએ દેશ ભરમાં ગૌમાતાની સુરક્ષા અને સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાનોના દીર્ધાયુષ્ય માટે આ વિશાળ આકારની અગરબત્તી બનાવી છે. શહેરના વિહાભાઈ ભરવાડ નામના ગોપાલકે છેલ્લા 80 દિવસથી સતત કામગીરી કરીને 125 ફૂટની લંબાઈ ધરાવતી આ અગરબત્તી સાત લાખના ખર્ચે બનાવી છે.
વધુમાં વાંચો: નરોડાની એક હોટલમાં દારૂની મહેફિલ માણતા 14 વેપારીઓ ઝડપાયા
શહેરના તરસાલી બાયપસ પર આવેલા ભાથીજીનગરમાં રહેતા વિહાભાઇ ભરવાડ તરસાલી બાયપાસ ખાતે રહે છે અને છેલ્લા 20 વર્ષથી ગૌરક્ષક તરીકે કામ કરી રહ્યા છે. તેઓ પોતે ગોપાલક પણ હોવાથી તેમને ગાય માટે અતિશય આદર અને પ્રેમ છે. ભારત દેશમાં ગાયોની અસુરક્ષા સામે સરકાર ગાયને સુરક્ષા આપે અને ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે ઉપરાંત દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત જવાનોનુ આયુષ્ય લાંબુ થાય તે હેતુસર તેઓએ આ અગરબત્તી બનાવી છે.
[[{"fid":"213601","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
વધુમાં વાંચો: ગુજરાતના કુખ્યાત ગુનેગારને ચાર મહિલા PSIએ ઝડપી પાડ્યો
આ અગરબત્તી બનાવવા માટે છેલ્લા 80 દિવસથી વિહાભાઈ અને તેમના સહાયકો કામ કરે છે. વિહાભાઈ અગરબત્તી બનાવતી વખતે પવિત્રતાની વિશેષ કાળજી રાખે છે અને એ માટે તેઓ તડકામાં કામ કરે તો પરસેવો નિકળે અને એ જો અગરબત્તી પર પડે તો તેની પવિત્રતા ન જળવાય, જેના કારણે વહેલી સવારથી તેઓએ અગરબત્તી બનાવવાની કામગીરીમાં જોડાઈ જાય છે. તેઓએ જણાવ્યું હતું કે આ મહાકાય અગરબત્તી બનાવવામાં હજી બીજા 20 દિવસ જેટલો સમય લાગશે.
વધુમાં વાંચો: ફાની વાવાઝોડાના કારણે જામનગરના 400 પ્રવાસીઓ પુરી નજીક અટવાયા
અત્યાર સુધીમાં 80 દિવસની કામગીરી કરીને અગરબત્તી બનાવી દીધી છે પરંતુ તેને આખરી ઓપ આપવામાં હજી બીજા વીસ દિવસ લાગી શકે તેમ છે. અગાઉ વિહાભાઈએ વર્ષ 2014માં 111 ફુટની અગરબત્તી બનાવી હતી. જેને કરજણના શિવવાડી આશ્રમમાં પ્રજવલીત કરાઇ હતી. એ જ પ્રમાણે તેઓએ વર્ષ 2016માં 121 ફુટ લાંબી અગરબત્તી ઉજ્જૈન મહાકુંભમાં મોકલાવી હતી. જ્યારે આ વર્ષે વિહાભાઈએ 125 ફુટ લાંબી અગરબત્તી બનાવી છે. જે આગામી દિવસોમાં બગોદરા ખાત નવેમ્બર માસમાં યોજાનાર 11008 કુંડી લક્ષ્મીનારયણ કામધેનુ મહાયજ્ઞમાં મોકલવામાં આવશે.
જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...