ગુજરાતના કુખ્યાત ગુનેગારને ચાર મહિલા PSIએ ઝડપી પાડ્યો

ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી કે, બોટાદના જંગલોમાં કોઇ શંકાસ્પદ પ્રવૃતિ થઇ રહી છે. ત્યારે એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ કર્યો હતો. ગત મોડી રાત્રે બોટાદના જંગલોમાંથી એટીએસની મહિલા પીએસઆઇની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.

ગુજરાતના કુખ્યાત ગુનેગારને ચાર મહિલા PSIએ ઝડપી પાડ્યો

ઉદય રંજન, અમદાવાદ: ગુજરાત એટીએસએ ગુજરાતના પોલીસ અધિકારો માટે વેકેશન માટેની એજન્સી હતી. જ્યારથી આઇપીએસ અધિકારી હિમાશું શુક્લાનું પોસ્ટિંગ થયું છે ત્યારથી એટીએસ વધુ સક્રિય થયું છે. એટીએસએ છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત સહિત દેશભરમાંથી બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓ ઝડપ્યા છે. આ સહીત હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

આરામ કરનાર અધિકારીઓ પોતાનું પોસ્ટિંગ એટીએસમાં કરાવતા બંધ થયા છે. ત્યારે એટીએસમાં એસપી તરીકે નિમણૂંક થઇ હતી. ત્યારબાદ ગત વર્ષે હિમાંશુ શુક્લાનું પ્રમોશન થયા બાદ ડીઆઇજી તરીકે કાર્યકરત છે. એટીએસ ખુબજ ઓછા સ્ટાફ સાથે ઉલ્લેખનીય કામગીરી કરી રહ્યું છે. એટીએસમાં હાલ 42 અધિકારીઓ સહીત પોલીસકર્મીઓ ફરજ પર છે. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

ગુજરાત એટીએસની ટીમને માહિતી મળી હતી કે, બોટાદના જંગલોમાં કોઇ શંકાસ્પદ પ્રવૃતિ થઇ રહી છે. ત્યારે એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં ચાર મહિલા પીએસઆઇનો પણ સમાવેશ કર્યો હતો. ગત મોડી રાત્રે બોટાદના જંગલોમાં સર્ચ શરૂ કરાયું હતું. ત્યારે એક સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસબ અલારખા મળી આવ્યો હતો.

એટીએસની મહિલા પીએસઆઇની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. જુસબ અલારખા પર જૂનાગઢમાં 15થી વધુ ગંભીર ગુના નોંધ્યા છે. જુસબ અલારખા જૂનાગઢના લોકો અને પોલીસ માટે માથાનો દુખાવો હતો. ત્યારે આ મહિલા પીએસઆઇએ જુસબ અલારખાને ઝડપી પડાતા જુસબ અલારખાનો ખૌફ જૂનાગઢ પરથી દૂર થયો છે.

ઉલ્લેખનીય છે કે, આજ સુધી મહિલા પોલીસને પોલીસ સ્ટેનશના સામાન્ય કામો સોંપવામાં આવતા હોય છે. ત્યારે એટીએસની 4 મહિલા પીએસઆઇ દ્વારા ગુજરાતના કુખ્યાત ગુનેગાર જુસબ અલારખાને ઝડપી પાડતા ગુજરાતની મહિલા પોલીસ અધિકારીઓ માટે આ કિસ્સો પ્રરણાદાયક છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news