Ram Mandir: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં 20 હજાર ભક્તોને મળશે અમદાવાદથી મોકલાવેલ ખાસ આ અનમોલ ભેટ
Ram Mandir: હવે ભગવાન રામની પ્રતિષ્ઠાના ઉત્સવ દરમિયાન અયોધ્યામાં ભક્તોને અમદાવાદનો પ્રસાદ અપાશે. 20 હજાર પ્રસાદીનો બોક્સ તૈયાર થઈ રહ્યા છે. ભક્તોને અક્ષત, સોપારી, રક્ષા અને લાડુનો પ્રસાદ અપાશે. અગાઉ અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદમાં ધ્વજદંડ, અજય બાણ અને નગારું બનાવવામાં આવ્યું હતું.
Ram Mandir: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ લલ્લાની મૂર્તિની પસંદગી કરી દેવાઈ છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેમાં દેશની અનેક નામાંકિત હસ્તીઓ સામેલ થશે. આ સિવાય અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગારંગ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમ તો દરેક શહેરમાંથી ભગવાન રામના ભક્તો કોઈને કોઈ ભેટ બનાવીને પહોંચાડી રહ્યા છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે કે અયોધ્યામાં ભક્તોને અમદાવાદનો પ્રસાદ અપાશે.
અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદમાં ધ્વજદંડ, અજય બાણ અને નગારાની ગુંજ સાંભળવા મળશે. કેમ કે શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલ ડબગરવાડમાં અયોધ્યા મોકલવા માટેનું ભવ્ય નગારું બનાવવામાં આવી રહ્યું છે. હવે ભગવાન રામની પ્રતિષ્ઠાના ઉત્સવ દરમિયાન અયોધ્યામાં ભક્તોને અમદાવાદનો પ્રસાદ અપાશે. 20 હજાર પ્રસાદીનો બોક્સ તૈયાર થઈ રહ્યા છે. ભક્તોને અક્ષત, સોપારી, રક્ષા અને લાડુનો પ્રસાદ અપાશે.
અયોધ્યામાં રમલલ્લાના મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા નો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદ પણ ધ્વજદંડ, વિશાળ નગારું અને અજય બાણ બનાવવા સહભાગી બન્યું છે. ત્યારે અયોધ્યામાં ભાવિ ભક્તોને આપવા વાળો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે. જેમાં અયોધ્યાની પવિત્ર સરિયું નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ 20 હજાર પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે. અમદાવાદના કમલ રાવલને આ સૌભાગ્ય મળતાં તેઓ વડાપ્રધાનનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે.. મહત્વ નું છે કે 22 જાન્યુઆરીના દિવસે આયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દરેક હિંદુ ગર્વની લાગણી અનુભવે છે ત્યારે અમદાવાદના ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રામ મંદિર માટે બની 1.90 લાખની ફાઉન્ટેન પેન
અયોધ્યામાં ભગવાન રામની 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે તેના માટે અયોધ્યામાં તડામાર તૈયારી ચાલી રહી છે. દેશના જુદા-જુદા ભાગમાંથી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે કંઈક ને કંઈક ભેટ જઈ રહી છે. ત્યારે જામનગર શહેર તરફથી પણ વિશેષ ભેટ મોકલવામાં આવશે. કનખરા પરિવાર તરફથી મેગ્નકાર્ટા બ્રાન્ડની રૂપિયા 1 લાખ 90 હજારની કિંમતની બનાવેલી ફાઉન્ટેન પેન અયોધ્યા મોકલવામાં આવશે. આ પેનની વિશેષતા એ છે કે તેમાં અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનું સ્ટેન્ડ છે. તો ભગવાન રામની વિશાળ પ્રતિમાની પ્રતિકૃતિ છે. આ સિવાય રામાયણના પાત્રો અને ભગવાન શ્રીરામના મંદિર સહિતનું ખૂબ જ ઝીવણવટભર્યુ કોતરણીકામ કરવામાં આવ્યું છે. પીએમ મોદી અને સંતો-મહંતોની હાજરીમાં આ પેન શ્રી રામભદ્રાચાર્યજીને અર્પણ કરવામાં આવશે.
રામ મંદિર માટે 3500 કિલોની મહાકાય અગરબત્તી
અયોધ્યા માટે બનાવાયેલી ખાસ અગરબત્તીનું મહીસાગરના લુણાવાડામાં ભવ્ય સ્વાગત કરાયુ હતું. ઢોલ નગારા અને ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતુ. અગરબત્તીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભગવાન શ્રી રામ માટે બનાવવામાં આવેલી અગરબત્તી જોવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે. અગરબત્તી 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. અગરબત્તીમાં ગુગળ, કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે. અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગ્યો છે.