જયેન્દ્ર ભોઈ/ પંચમહાલ: અત્યારે ઉનાળાના ધોમધખતા તાપમાં શરીરને ઠંડક અને તરસ છીપાવવા માટે કુદરતે અનેક ફળોની ભેટ આપી છે. ઉનાળામાં જોવા મળતું એવું જ એક દુર્લભ ફળ એટલે તાડફળી (તાડફલી), જેને તાડગોટલી કે ગલેલી પણ કહે છે. જેમ દરિયા કાંઠે નાળિયેરના વૃક્ષો હોય છે એમ ડુંગર વિસ્તારમાં 20-30 મીટરના ઉંચા ઉંચા તાડના ઝાડ જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં તાડના ઝાડ ખુબ જોવા મળે છે. આ તાડના વૃક્ષ પર તાડફળીના ફળો ઝૂમખામાં થાય છે. પ્રાચીન કાળથી તાડનુ વૃક્ષ માનવ સમાજ માટે કલ્પવૃક્ષ ગણાતુ હતુ. તાડના વૃક્ષમાંથી જે રસ નિકળે એને તાળી કહેવાય છે અને જે ફળો લાગે એને તાળફળી કહેવાય છે. જેથી સ્થાનિક લોકોને ઉનાળામાં આ તાડનું ઝાડ આદિવાસીઓને અનેક રીતે પૂરક રોજગારી પૂરી પાડે છે, હાઈવે પર ઠેરઠેર વેચાતા આ તાડફળી ઉનાળમાં ઠંડક આપતું આ ફળ ગરીબો માટે અમૃત સમાન છે.


આ પણ વાંચો:- વડોદરામાં વેક્સીનનો સ્ટોક ખૂટ્યો, 45 વર્ષથી ઉપરના લોકોને નહીં મળે રસી


તાડફળી રંગ અને સ્વાદમાં મલાઈ જેવું મીઠું લાગે છે. સાથે સાથે ૯૦ ટકા પાણીનો ભાગ હોવાથી તરસ પણ છીપાવે છે. તદ્ઉપરાંત આયુર્વેદમાં પણ તાડફળીનું ખૂબ જ મહત્વ છે. શરીરને ગરમી સામે રક્ષણ આપનાર આ ફળ રક્તદોષ, પિત્તદોષ, મૂત્રદોષ અને ડાયાબીટીસ સામે ખૂબ જ ઉપયોગી છે. તાડફળી કીડનીને સાફ રાખે છે અને ગરમીને બહાર કાઢે છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમી સામે રક્ષણ આપતું આ ફળ હાલોલ-કાલોલ હાઈવે પર ઠેરઠેર તાડફળી વેચાય છે જેની મજા માણવા દૂર દૂરથી લોકો આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube