અમદાવાદની આ પ્રતિષ્ઠિત સ્કૂલે વધારાની એક્ટિવિટીના નામે વાલીઓ પાસે માંગ્યા લાખો રૂપિયા, DEO એ આપ્યો આદેશ
રાજ્યભરમાં ચાલતી ખાનગી સ્કૂલો હંમેશા ફી બાબતે વિવાદોમાં રહેતી હોય છે. અમદાવાદમાં આવેલી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ પણ ફી બાબતે વિવાદે આપી હતી. હવે ડીઈઓ દ્વારા આ મામલો FRCને મોકલી આપવામાં આવ્યો છે.
અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વાલીઓએ કરેલી ફરિયાદનો મામલો. અમદાવાદ DEO કચેરીએ AIS મેનેજમેન્ટને કોઈપણ પ્રકારનો સીધો આદેશ કરવાનું ટાળ્યું છે. AIS દ્વારા વધારાની એક્ટિવિટીના નામે 1.70 લાખ રૂપિયા FRC ની કોઈપણ મંજૂરી લીધા વિના લેવાતી હોવાની વાલીઓએ ફરિયાદ કરી હતી. ત્યારબાદ DEO કચેરી દ્વારા AIS મેનેજમેન્ટને હાજર રહી ખુલાસો કરવાનો આદેશ અપાયો હતો.
DEO એ સુનાવણી બાદ AIS એ લીધેલા 1.70 લાખ રૂપિયા અંગે નિર્ણય લેવા FRC ને પત્ર લખ્યો હતો. DEO રોહિત ચૌધરીએ કહ્યું કે, વધારાની એક્ટિવિટીના નામે શાળા ફી લઇ શકે પંરતુ AIS દ્વારા 1.70 લાખ રૂપિયા ફી લેવામાં આવી છે જે ખૂબ વધારે છે, જેના અંગે FRC નિર્ણય લેશે. શાળાઓએ 600 વાલીઓની માહિતી આપીને કહ્યું છે કે અમે કોઈને ફરજિયાત વધારાની એક્ટિવિટી માટે ફરજ પાડી નથી.
આ પણ વાંચોઃ સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસી ગયો, સાબરમતી નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત
જે બાળકો વધારાની એક્ટિવિટીમાં નથી જોડાયા તેમને અમે એક્ટિવિટી સિવાય અભ્યાસ કરાવી રહ્યા છીએ. સ્કૂલમાં આપવામાં આવતું ભોજન કોઈપણ બાળક માટે ફરજિયાત ના હોવાની સ્કૂલ તરફથી રજુઆત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, AIS દ્વારા 1.20 લાખ રૂપિયા ફી ઉપરાંત 1.70 લાખ રૂપિયા વધારાની એક્ટિવિટીના નામે લેવામાં આવી રહ્યાનો વાલીઓએ વિરોધ કર્યો હતો.
અગાઉ FRCની મંજૂરી વિના શાળાએ રૂપિયા લીધા હોય તો તે રૂપિયા પરત કરવા માટે સ્કૂલને DEO કચેરી તરફથી આદેશ આપવામાં આવતા રહ્યા છે. હાલ જ નિરમા સ્કૂલને પણ FRC ની મંજૂરી વિના ફી લેવામાં આવવા અંગે DEO એ ફી સરભર કરવા અથવા વધારાના લીધેલા નાણા પરત કરવા આદેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃ ગરમી વચ્ચે ફરી રાજ્યમાં આવશે આફત, હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી
જો કે AIS ના કિસ્સામાં DEO તરફથી વધારાની એક્ટિવિટી અંગે FRC ની મંજૂરી બાદ જ ફી ઉઘરાવવા અથવા હાલ રૂપિયા પરત કરવા જેવો કોઈપણ આદેશ ના કરી, અંતિમ નિર્ણય લેવા FRC ને જાણ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube