મુસ્તાક દલ, જામનગર:  જામનગર મિયાત્રા ગામમાં ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે, મિયાત્રા ગામે  જહાજ એન્ટરપ્રાઇઝ તથા કિશન એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવે છે. જયારે બ્લાસ્ટ કરવામાં આવે છે ત્યારે યુદ્ધના દ્રશ્ય હોય તેવા દ્રશ્યો સર્જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે બ્લાસ્ટના કારણે ખેડૂતોના પાકને નુકસાન તેમજ ગ્રામજનો પણ ઇજાગ્રસ્ત થતા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવામાં આવ્યું છે. તેમજ બ્લાસ્ટના કારણે મકાનમાં તિરાડ પડી જતી હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે. મિયાત્રા ગામમાં આવેલ જહાજ એન્ટરપ્રાઇઝ તથા કિશન એન્ટરપ્રાઇઝ નામની લીઝ રદ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

ખરેખર ઘોર કળિયુગ આવી ગયો છે!!! 23 વર્ષના યુવકે 15 વર્ષની સગીરા સાથે મરજી વિરૂદ્ધ આચર્યું ગંદુ કામ


મિયાત્રા ગામમાં મોટાભાગના ખેડૂતો અને માલધારીઓ વસવાટ કરી રહ્યા છે ગામની વસ્તી 1200 જેટલી છે ત્યારે ગ્રામજનોએ માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકારે તાત્કાલિક બંધ કરવી જોઈએ. કારણ કે લિઝના કારણે પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે. મીયાત્રા ગામના ગ્રામજનોએ થોડા દિવસ પહેલાં પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અને લીઝ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે જિલ્લા કલેકટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતા આજ રોજ ફરી ગ્રામજનો એકઠા થયા હતા અને મામલતદારને આવેદન પાઠવ્યું આવેદનપત્ર પાઠવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube