ખરેખર ઘોર કળિયુગ આવી ગયો છે!!! 23 વર્ષના યુવકે 15 વર્ષની સગીરા સાથે મરજી વિરૂદ્ધ આચર્યું ગંદુ કામ

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી 23 વર્ષીય નરાધમે સગીરાને વાડીમાં બે દિવસ સુધી ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ખરેખર ઘોર કળિયુગ આવી ગયો છે!!! 23 વર્ષના યુવકે 15 વર્ષની સગીરા સાથે મરજી વિરૂદ્ધ આચર્યું ગંદુ કામ

રઘુવીર મકવાણા, બોટાદ: મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરતી આ સરકારમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે બોટાદ જિલ્લાના કીનારા ગામની ઘટના પરથી જાણી શકાય છે.બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી 23 વર્ષીય નરાધમે સગીરાને વાડીમાં બે દિવસ સુધી ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાને તા.11/3/22ના રોજ સવારે 11 કલાકે કિનારા ગામનો હિમ્મત સામજી ડાભી નામના યુવકે ફોન કરીને ઘરે બોલાવી હતી. સગીરા યુવકના ઘરે પહોચે તે પહેલા આ યુવકે ફરીથી સગીરાને ફોન કરીને કીનારા ગામે આવેલી સુખાભાઈ ભરવાડની વાડીએ આવાનું કહેતા આ સગીરા સુખાભાઈ ભરવાડની વાડીએ ગઈ હતી. ત્યાં બે દિવસ સુધી ગોંધી રાખી સગીરાને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બે દિવસ સુધી સગીરાની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. 

જે દરમિયાન બીજા દિવસે સાંજના સગીરાને વાડીએથી ભાગવાનો મોકો મળતા સગીરા ભાગીને તેના ઘરે આવીને સમગ્ર હકીકત તેના માતા પિતાને જણાવતા સગીરાનાં પિતાએ રાણપુર પોલીસ મથકમાં આરોપી હિમ્મત સામજી ડાભી વિરૂદ્ધ ફરિયાદ નોંધવાતા રાણપુર પોલીસે પોસ્કોનો ગુન્હો નોંધી વધુ તપાસ સગીરાને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

સગીરાના પિતા દ્વારા રાણપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતાને જોઈ અને તાત્કાલિક ધોરણે આરોપીને ઝડપી પાડવા રાણપુર, બરવાળા અને પાળિયાદ પોલીસ તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જીની જુદી જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કરતા પોલીસે આરોપી હિમ્મત સામજી ડાભીને બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામેથી ગણતરીની કલાકોમા જ ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news