અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જોરશોરથી કુંભ મેળા-2025ની તૈયારીઓ ચાલી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો કુંભ મેળામાં જવાના છે. 13 જાન્યુઆરીથી શરૂ થનારો કુંભ મેળો 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આસ્થાનો મહાકુંભ યોજાશે. દેશ-વિદેશમાંથી 40 કરોડથી વધુ લોકો આ મહાકુંભની મુલાકાત લેવાના છે. જો તમારે પણ કુંભ મેળામાં જવાનું હોય તો રેલવેએ ગુજરાતથી સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે પણ કુંભ મેળા માટે એટલી જ સજ્જ થઈ છે જેથી દેશભરમાં આવતા શ્રદ્ધાળુઓને અવર-જવરમાં કોઈ અગવડતા ન પડે. પશ્ચિમ રેલવેએ ગુજરાતથી કુલ છ વન-વે ટ્રેનની જાહેરાત કરી છે. જેમાંથી ભાવનગરથી ચાલનારી 3 ટ્રેન ઉપરાંત ઉધના, વલસાડ અને અમદાવાદનો સમાવેશ થાય છે. આજથી મુસાફરો ટ્રેનની સુવિધાનો લાભ લઈ શકશે. તો જાણો વન-વે ટ્રેન અને તેનું સમયપત્રક.


ટ્રેન નંબર 09005 
ઉધના– પ્રયાગરાજ
આજે 6:40 કલાકે રવાના થઈ


ટ્રેન નંબર 09227 
ભાવનગર ટર્મિનસ- પ્રયાગરાજ
1 જાન્યુઆરી, 2025 ના રોજ 14:50 કલાકે ઉપડશે


ટ્રેન નંબર 09225 
ભાવનગર ટર્મિનસ- પ્રયાગરાજ 
1 જાન્યુઆરી, 2025 ના રોજ 20:20 કલાકે ઉપડશે


ટ્રેન નંબર 09009 
વલસાડ- પ્રયાગરાજ 
1 જાન્યુઆરી, 2025 ના રોજ 08.40 કલાકે ઉપડશે 


ટ્રેન નંબર 09489
સાબરમતી– પ્રયાગરાજ
2 જાન્યુઆરી, 2025ના રોજ 11.00 કલાકે ઉપડશે


ટ્રેન નંબર 09229 
ભાવનગર ટર્મિનસ- પ્રયાગરાજ
2 જાન્યુઆરી, 2025ના રોજ 20:20 કલાકે ઉપડશે 


ઉલ્લેખનીય છે કે 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થશે જે 45 દિવસ સુધી ચાલશે. પ્રયાગરાજના મહાકુંભ-2025માં 40 કરોડ ભક્તો ઉમટે તેવી શક્યતા છે.