મૌલિક ધામેચા, અમદાવાદ: ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારીઓને લેટર ઓફ ક્રેડિટ આપવાના બહાને ઠગાઈ કરતા દિલ્હીના આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીએ ન માત્ર અમદાવાદ સાથે સાથે કલકત્તા, મુંબઈ, દિલ્હી, ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોના વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. ત્યારે આરોપીની પૂછપરછ બાદ શું નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ યોગેશ ઉર્ફે યશ અગ્રવાલ જે મૂળ દિલ્હીનો વતની છે. પરંતુ દેશભરના વેપારીઓ સાથે ઠગાઈ આચરી ચૂક્યો છે. ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારીઓને લેટર ઓફ ક્રેડિટ આપવાના બહાને તે ઠગાઈ કરતો હતો. જેમાં પોતે હેન્કોક બેઝ બેંકના ભારતના એજન્ટ તરીકે કાર્યરત છે. તેવી ઓળખાણ આપી વેપારીઓને ઠગતો હતો. વેપારીને લેટર ઓફ ક્રેડિટ આપતા પહેલા માર્જિન મની ભરાવી લેટર ન આપી છેતરપિંડી કરતો હતો. જેમાં અમદાવાદના વેપારીએ 9 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં લેટર ન મળતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પણ વાંચો:- PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, કચ્છ જિલ્લાના આપશે સૌથી મોટી ભેટ


છેતરપિંડીના ગુનામાં આરોપી યોગેશ અગ્રવાલની ધરપકડ કરી તેની પાસેથી બે મોબાઈલ, એક લેપટોપ, એક કોમ્પ્યુટર, અલગ અલગ બેંકની ચેકબુક, તથા કંપનીઓના એગ્રીમેન્ટ લેટર પણ મળી આવ્યા છે. સાથે જ આરોપીને પૂછપરછ કરતા તેણે 1981 ની સાલમાં MBA પાસ કર્યુ હતુ. જોકે છેલ્લા કેટલાક સમયથી તે વેપારીને ઠગતો હોવાનું સામે આવ્યુ છે. સાથે જ આરોપી વિરુદ્ધ કલકત્તા, મુંબઈ, દિલ્હી, ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોમાં ગુના દાખલ થયેલા છે અને દિલ્હીનો હિસ્ટ્રીસીટર હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો:- માથાભારે પત્ની પતિને ધક્કા મારતી ઘરે લઈ ગઈ, કહ્યું- આજ તો તુજે પૂરા કર દૂંગી અને પછી...


આ વૃદ્ધ ઠગે 30 વર્ષ પહેલાં વિદેશમાં MBA નો અભ્યાસ કર્યો. ત્યારબાદ દેશન જુદાજુદા રાજ્યોમાં માર્કેટિંગ નામે ઠગાઇ કરી. ઠગ હિસ્ટ્રીશીટરએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. હાલ સાયબર ક્રાઇમની ટીમે આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં જેને લઈ તપાસ શરૂ કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube