Loksabha Election 2024: તારીખ હતી 29 ડિસેમ્બર અને વર્ષ હતું 1984. સામાન્ય ચૂંટણી બાદ સવારે 8 વાગે મતગણતરી શરૂ થઈ ત્યારે ભાજપ કાર્યાલયમાં નીરવ શાંતિ હતી. પહેલીવાર ચૂંટણી લડનાર પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા હતા. જો કે, 2 બેઠકો જીતવાથી પાર્ટી શૂન્ય પર પહોંચી નથી. ભાજપના આ પ્રદર્શનની કહાણી આજે પણ દરેક ચોકથી લઈને સત્તાના ટોચના કોરિડોર સુધી કહેવામાં આવે છે. 1984માં ભાજપે જે બે બેઠકો જીતી હતી તેમાંથી પ્રથમ સીટ ગુજરાતમાં મહેસાણાની મળી હતી. મહેસાણાએ 1984માં ભાજપ પર ભરોસો મૂક્યો હતો. ગુજરાતમાં અને દેશમાં સૌથી પહેલી સીટ ભાજપે આ જીતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં ભાજપ OBCના સહારે: ગુજરાતમાં પાટીદારો થયા સાઈડલાઈન, જાણો કોણ કોના પર ભારે


40 વર્ષ પહેલાંની આ ચૂંટણીમાં ભાજપના અમૃતલાલ કાલીદાસ પટેલ (એ.કે. પટેલ)એ કોંગ્રેસના સાગરભાઈ રાયકાને 43 હજાર મતોથી હરાવ્યા હતા. પટેલ પ્રભુત્વ ધરાવતી મહેસાણા બેઠક હાલમાં ભાજપના કબજામાં છે. 2019માં આ બેઠક પર ભાજપના શારદાબેન પટેલે જીત મેળવી હતી. મહેસાણા બેઠક જીતવા માટે આ વખતે ભાજપ બે મોરચે લડી રહી છે.  મહેસાણામાં ભાજપનું આંતરિક રાજકારણ છે. તાજેતરમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ સીટ માટે દાવો કર્યો હતો, પરંતુ હાઈકમાન્ડની દખલગીરી બાદ તેમનો અવાજ નરમ પડ્યો હતો. 


ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં સૌથી મોટો નિર્ણય; આખરે ભૂપેન્દ્ર 'દાદા' વ્હારે આવ્યા!


નવા નેતાનો અભાવ, બીજી કેડર જ નથી
મહેસાણામાં પટેલ જૂથ નવા ચહેરાને ટિકિટ અપાવવા પ્રયાસ કરી રહ્યું છે. આ જ કારણ છે કે ગુજરાતની મોટાભાગની બેઠકો પર નામો જાહેર કરવા છતાં પાર્ટીએ મહેસાણામાં ઉમેદવારો જાહેર કર્યા નથી. મહેસાણામાં ભાજપ બીજી કેડર જ તૈયાર કરી શક્યુ નથી. નીતિન પટેલ પણ કડીની સીટ જતાં મહેસાણા લડવા માટે આવ્યા હતા. મહેસાણા એ ભાજપનો ગઢ ગણાય છે. અહીં 7 વિધાનસભા પર હાલમાં ભાજપના ઉમેદવારનો કબજો છે પણ નીતિન પટેલનો પેચ એવો ફસાયો છે કે એમને જાહેરાત કરી દીધી છતાં આ બેઠક પર ઉમેદવાર નક્કી કરાઈ શકાયો નથી. 


પોલીસ વિભાગમાં મોટી બદલીના આદેશ; 65 DySpની બદલી અને 8 પ્રોબેશનરી IPSને નિમણૂંક અપાઈ


આ બેઠક પર પાટીદારોનો દબદબો છે. શારદાબેને ઉંમરને આધિન નવા નેતાને ચાન્સ આપવા માટે આ બેઠક જતી કરતાં હવે ભાજપ ભરાયું છે. મહેસાણા એ મોદીનું હોમ ટાઉન છે. ભાજપ માટે આ બેઠક વટનો સવાલ છે. વિધાનસભાની ચૂંટણી સમયે પણ નીતિન પટેલને ટિકિટ ન મળતાં આખરે નવું નામ જાહેર કરાયું હતું. જે ધારાસભ્ય મહેસાણાની સીટ પર આજે પણ દબદબો જાળવી શક્યા નથી. 


અચ્છા...તો આ કારણથી ભાજપે કાપી સુરતથી દર્શના જરદોશની ટિકીટ! આ રિપોર્ટે બગાડ્યો ખેલ


પાટીદારોની 25 ટકા વસતી
કોંગ્રેસ પણ ઉમેદવાર પસંદગીને લઈને અસમંજસની સ્થિતિમાં છે. 1984 પછી કોંગ્રેસે અહીં 2 લોકસભા ચૂંટણી જીતી છે. પાર્ટીએ આ સીટ 1999 અને 2004માં જીતી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ મહેસાણાની વિજાપુર બેઠક જીતી હતી. જોકે, સી જે ચાવડા હવે ભાજપમાં જોડાઈ ગયા છે. 


Photos: મુકેશ અંબાણીના સંતાનોને તો જાણો છો..ગૌતમ અદાણીના પુત્રો વિશે પણ ખાસ જાણો


2011ની વસ્તી ગણતરી મુજબ, મહેસાણામાં 93 ટકા હિંદુ અને 5 ટકા મુસ્લિમ છે. લગભગ 2 ટકા વસ્તી અન્ય ધર્મોની છે. સર્વે એજન્સી ચાણક્ય મુજબ મહેસાણામાં ઠાકોર સમાજની વસ્તી 19 ટકાની આસપાસ છે. 4.3 ટકા વસ્તી રાવલ અને 3.9 ટકા વસ્તી ચૌધરી છે. આ બેઠક પર પટેલોની સંખ્યા સૌથી વધુ છે, જેમની વસ્તી 25 ટકાથી વધુ છે.


IPL 2024: આ હોઈ શકે છે ગુજરાત ટાઈટન્સની બેસ્ટ પ્લેઈંગ 11, હાર્દિક-શમીની પડશે ખોટ


1984 પછી લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ 5 વર્ષમાં જ પાર્ટીએ જબરદસ્ત વાપસી કરી હતી. 1989ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 85 બેઠકો જીતી હતી. 1991ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 120 બેઠકો જીતી હતી. આ પછી, પાર્ટીએ રામ મંદિર આંદોલનને વેગ આપવાનું શરૂ કર્યું, જેનો ફાયદો તેને 1996ની લોકસભા ચૂંટણીમાં મળ્યો હતો.