કાશ્મીર અને લદ્દાખમાં ઉદ્યોગ સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકો કર્યો પીએમ મોદીનો સંપર્ક
દેશના અનેક ઉદ્યોગ ગૃહોએ જમ્મુકાશ્મીર અને લદ્દાખમાં ઉદ્યોગો સ્થાપવા માટે વડાપ્રધાનનો સંપર્ક કર્યો હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી મનસુખ માડવીયાએ કર્યો છે. છેલ્લા 70 વર્ષથી ચાલી આવતી 370ની કલમ રદ કરવા અંગે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યા તેમણે કહ્યું કે, કલમ 370 હટતાં કાશ્મીર અને દેશના નાગરિકો ખુશ થયા છે. બંને તરફથી નિર્ણયનો આવકાર કરવામાં આવ્યો છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: દેશના અનેક ઉદ્યોગ ગૃહોએ જમ્મુકાશ્મીર અને લદ્દાખમાં ઉદ્યોગો સ્થાપવા માટે વડાપ્રધાનનો સંપર્ક કર્યો હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી મનસુખ માડવીયાએ કર્યો છે. છેલ્લા 70 વર્ષથી ચાલી આવતી 370ની કલમ રદ કરવા અંગે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યા તેમણે કહ્યું કે, કલમ 370 હટતાં કાશ્મીર અને દેશના નાગરિકો ખુશ થયા છે. બંને તરફથી નિર્ણયનો આવકાર કરવામાં આવ્યો છે.
આર્ટિકલ 370 હેઠળ દેશનો કોઇપણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતો નહોતો, પરંતુ આ કલમ રદ થતાં દેશનો કોઇપણ નાગરિક સંપત્તિ ખરીદી શકશે. કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને અલગ ઝંડાની જોગવાઇ હતી. અને દેશનો કોઇપણ કાયદો ત્યાં લાગુ પડતો નહોતો.
ગુજરાતમાં વરસાદી આફત છતા મુખ્યમંત્રી રૂપાણી રશિયાના પ્રવાસે: શક્તિસિંહ ગોહિલ
રાજયમાં આરટીઆઇ અને સીએજી જેવા કાયદાઓ લાગુ પડતા નહોતા. જો કે તે તમામ લાભ હવે કાશ્મીર વાસીઓને મળશે બોપલમા થયેલી ઘટના અંગે માંજવીયાએ દુખ વ્યકત કર્યુ હતું. અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા સુચન કર્યુ હતું.
જુઓ LIVE TV :