ગુજરાતમાં વરસાદી આફત છતા મુખ્યમંત્રી રૂપાણી રશિયાના પ્રવાસે: શક્તિસિંહ ગોહિલ

ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર પુરથી પ્રભાવીત છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી રશિયાના પ્રવાસે હોવાની ઘટનાની શક્તિસિહે ટીકા કરી તેમણે કહ્યુ કે, ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે મુશ્કેલી પેદા થઈ છે અને જે મૃત્યુ થાય તે નિવારી શકાયા હોત ગુજરાત પાણીથી ત્રસ્ત છે અને મુખ્યમંત્રી રશિયામાં ફરે છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીએ રશિયામાં જવાને બદલે લોકોની વચ્ચે રહેવું જોઈએ. 

ગુજરાતમાં વરસાદી આફત છતા મુખ્યમંત્રી રૂપાણી રશિયાના પ્રવાસે: શક્તિસિંહ ગોહિલ

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર પુરથી પ્રભાવીત છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી રશિયાના પ્રવાસે હોવાની ઘટનાની શક્તિસિહે ટીકા કરી તેમણે કહ્યુ કે, ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે મુશ્કેલી પેદા થઈ છે અને જે મૃત્યુ થાય તે નિવારી શકાયા હોત ગુજરાત પાણીથી ત્રસ્ત છે અને મુખ્યમંત્રી રશિયામાં ફરે છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીએ રશિયામાં જવાને બદલે લોકોની વચ્ચે રહેવું જોઈએ. 

હવામાન વિભાગે અગાઉથીજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગહી કરી હતી, આવા સંજોગોમાં માછીમારોને રોકવાની જવાબદારી તંત્રની હતી. અને જો તંત્રએ જવાબદારી નીભવી હોત તો આ બધી જાનહાની રોકી શકાય તેવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, તંત્રની બેદરકારીને કારણે આટલી જાનહાની થઈ આજે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની હાલત ખરાબ છે.

અમદાવાદ: હવે વાહનોની ગતિ નક્કી, કર્યો ભંગ તો થશે કાયદાકીય કાર્યવાહી

જે વિસ્તરામાં જમીનો ધોવાઈ ગઈ છે તેવા ખેડૂતોને સહાય આપવી જોઈએ સુરેન્દ્રનગરમાં પુરના પાણી ઓસર્યા બાદ વાવડીમાં 7 લોકોના મૃતદેહ મળ્યા ભાલના વિસ્તારમાં મીઠાના અગર માટે ભ્રષ્ટાચાર કરીને જમીન આપી જેના માટે સરકાર જવાબદાર છે. રશિયામાં ફરવાને બદલે બચાવ કામગીરીમાં ઢીલાશ રાખવામાં આવી એના કારણે આટલી જાનહાની થઈ જે કોઇએ કામગીરીમાં ઢીલાશ રાખી હોયતે તેમામ બેદરકારો સામે ક્રિમિનલ કેસ કરવામાં આવે.

સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે નદીમાં ડૂબવાથી 2 બાળકીના મોત

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલો બોપલની ટાંકી તુટવાની કિસ્સામાં સરકારને આડે હાથ લીધી તેમણે કહ્યુ કે, બોપલમાં ટાંકી તુટ્યા મુદ્દે ભાજપાના લોકોએ માધ્યમો સામે સ્વિકાર્યુ કે, જર્જરિત ટાંકી મુદ્દે રજુઆત આવી હતી. લોકોએ રજુઆત કરી છત્તા ટાંકી ના તોડી તંત્રની બેદરકારીના કારણે લોકોને જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી તપાસની વાત કરે એમ નહીં પણ FIR દાખલ કરે કોંગ્રેસની માંગ છે કે, બોપલની ઘટનામાં ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવે અને જે લોકોએ જીવ ગુમાવ્યા છે. તમને સહાય ચુકવી જોઇએ.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news