પ્રેમલ ત્રિવેદી/પાટણ: સમગ્ર ગુજરાતમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના ના કામલપુર ગામમાં ઉનાળાની શરૂઆતે પાણીની અછતની સ્થિતિએ બાજુ માંથી પસાર થતી બનાસ નદી માંથી પાણી મેળવતા હતા. પરંતુ વરસાદ નહિવત રહેતા બનાસ નદી પણ સૂકી ભઠ બનાતા ગ્રામ જનોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સરકાર દ્વારા પાણીના ટેન્કર તો મોકવામાં આવે છે. તે પાણી ખારું આવતું હોવાથી પીવામાં ઉપયોગ લે તો બિમારીના ભોગ બનવું પડે તેમ છે. મુશ્કેલીમાં ગ્રામજનોને ના છૂટકે મીઠું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ જિલ્લાના સમી તાલુકાના કામલપુર ગામમાં ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી પાણી સમસ્યા સામે સ્થાનિક લોકો ઝઝુમી રહ્યા છે. અઠવાડિયામાં એક વાર પાણીનું ટેન્કર આવતું હોઇ પાણી મેળવવા લોકો ભારે પડાપડી કરવી પડે છે. છતાં પુરતા પ્રમાણમાં પાણીના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ગામથી 7 કિમી દૂર પાણીની નવી પાઇપ લાઇન નંખાઈ જવા પામી છે.


જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની સત્તામાં આચાર્ય પક્ષનો વિજય, ફરીવાર પુનરાવર્તન


ગેસની પાઇપ લાઇન નાખવાની કામગીરી ચાલુ હોવાના કારણે પીવાના પાણીની પાઇપ લાઇનનું કામ ખોરંભે ચડવા પામ્યું છે. સાથે વરસાદ નહિવત થતા બાજુમાં આવેલ બનાસ નદી પણ સૂકી ભઠ બની જતા પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. અને આગામી સમયમાં પાણી નહીં મળે તો હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે.


ખાતર કૌભાંડ: ખેડૂતોએ ખરીદેલા ઓછા વજનવાળા ખાતરને બદલી આપવાના આદેશ


કામલપુર ગામે વર્ષ 2017-18માં પીવાના પાણીનું નવીન ટાંકી બનાવવામાં આવી છે અને નવો પંમ્પ પણ બનાવવામાં આવ્યું છે. પણ પીવાના પાણીની પાઇપ લાઇનનું જોડાણ આપેતો પાણી આવે તેમ છે. હાલતો ગામમાં પાણીના ટેન્કર દ્વારા પાણી અપાય છે. પણ તે ખારું પાણી આવે છે અને તેમાં 2000 ટી.ડી.એસ હોવાના કારણે બીમારીનો ભોગ બનવું પડે છે. માટે મીઠું પાણી મેળવવા ગામની મહિલાઓને ભારે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.



કામલપુર ગામમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની ભારે મુશ્કેલી છે. બનાસ નદીમાં પાણી નથી બોરના પાણી તળિયે જતા પાણી ખારા બનવા પામ્યા છે. અને તે પાણી બાળકો પીવેતો બીમાર પાડવાનો ભય રહે છે. માટે મીઠા પાણી પૈસા ખર્ચી મેળવવા પડે છે અને તે પરવડે તેમ નથી.