જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની સત્તામાં આચાર્ય પક્ષનો વિજય, ફરીવાર પુનરાવર્તન
જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીની મતગણતરી શાંતી રીતે પૂર્ણ થઈ. જેમાં આચાર્યપક્ષનો વિજય થયો છે. એટલે કે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સત્તામાં પુનરાવર્તન થયું છે.
Trending Photos
હનીફ ખોખર/જુનાગઢ: જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીની મતગણતરી શાંતી રીતે પૂર્ણ થઈ. જેમાં આચાર્યપક્ષનો વિજય થયો છે. એટલે કે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સત્તામાં પુનરાવર્તન થયું છે.
જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સંત વિભાગની બે બેઠક, પાર્સદ વિભાગની એક બેઠક અને ગૃહસ્થ વિભાગની ચાર બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાંથી પાંચ બેઠકો પર આચાર્યપક્ષના ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે બે બેઠક પર દેવપક્ષના ઉમેદવારનો વિજય થયો છે.
જામનગર: લોખંડની પાઇપ મારી કાકાએ જ ભત્રીજાને ઉતાર્યો મોતને ઘાટ
સંતોની બે બેઠક પર દેવપક્ષનો વિજય થયો છે. પરંતુ પાર્સદની એક બેઠક અને ગૃસ્થ વિભાગની ચારે ચાર બેઠક પર આચાર્યપક્ષનો જંગી મતોથી વિજય થયો છે. તમને જણાવી દઈએ કે, જુનાગઢ મંદિરમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદના આચાર્ય પક્ષની જ સત્તા રહેશે. સંત વિભાગની બે બેઠક પર દેવપક્ષના દેવનંદન સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામીની જીત થઈ છે.
ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા
સંતની બે બેઠક પારસદની એક બેઠક અને ગૃહસ્થની ચાર બેઠક માટેનું મતદાન પૂર્ણ થયું છે. કુલ સાત બેઠક માટે 27700 કરતા વધુ મતદારો હતા અનમે 27 ઉમેદવારો મેદાનમાં હતા. અત્યારે તમામ ઉમેદવારોનું ભવિષ્ય માટે પેટીમાં કેદ થઇ ગયું છે. ત્યારે જોવાનું આ રહે છે આચાર્ય રાકેશ પ્રસાદના દેવ પક્ષ કે, આચાર્ય અજેન્દ્ર પ્રસાદના આચાર્ય પક્ષ મેદાન મારે છે.
સ્વામીનારાયણ મંદિરના પ્રાંગણમાં મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ સમયે, ઘટનાનુ કવરેજ કરતાં, મિડીયાકર્મચારીઓ સાથે પોલીસે ગુંડાગર્દી કરી અને ખાનગી ચેનલના પત્રકારોને માર માર્યાની ઘટના પણ બની હતી. આ બધાની વચ્ચે આજે જૂનાગઢ પાર્ષદ વિભાગની મતગણતરી શરૂ થઇ ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે