અલ્કેશ રાવ/બનાસકાંઠા:  આઝાદી મળ્યાને 71 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક એવુ ગામ છે. જ્યાંના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. અમીરગઢ તાલુકાના વિરમપુર નજીક આવેલા નાઇવાડા ગામના લોકોને હજુ આઝાદી ન મળી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામ લોકોને ગામ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો જ નથી. જો ગામ લોકોને ભાયલાથી નાઈવાડા પહોંચવુ હોય તો 3 કિલોમીટરનો ડુંગરાળ વિસ્તાર ચડીને જવુ ફરજિયાત છે. અંદાજે 70 પરિવાર ધરાવતા નાઈવાડામાં રસ્તા તો નથી. સાથે જ ગામમાં નથી કોઈ શાળા, કે નથી કોઈ હોસ્પિટલ કે પાણીની પણ સુવિધા પણ નથી. ત્યારે પ્રાથમિક સુવિધાની વર્ષોથી રાહ જોતા લોકો સામે તંત્ર આંખ આડા કાન કરતા લોકોએ પણ ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે.


વધુમાં વાંચો...જીવના જોખમે અભ્યાસ, નદીમાં જાતે હોડી ચલાવી વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર
 
નાઈવાડા ગામમાં પહોંચવા માટે રસ્તો ન હોવાથી લોકો હેરાન થઇ રહ્યા છે. ત્યારે જો કોઈ ગામમાં બિમાર પડે તો લોકો મહા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કારણ કે, રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ પણ આવતી નથી જેના કારણે લોકોએ બિમાર વ્યક્તિને ખાટલામાં નાંખીને હોસ્પિટલ સુધી પહોંચાડવો પડે છે. ત્યારે આવી સ્થિતીમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે.


[[{"fid":"194928","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Banaskatha-SPcial","field_file_image_title_text[und][0][value]":"Banaskatha-SPcial"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Banaskatha-SPcial","field_file_image_title_text[und][0][value]":"Banaskatha-SPcial"}},"link_text":false,"attributes":{"alt":"Banaskatha-SPcial","title":"Banaskatha-SPcial","class":"media-element file-default","data-delta":"1"}}]]
 
એક તરફ લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટરે વનવિભાગ અને કાર્યપાલક ઈજનેર સાથે પરામશ કરીને યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપીને સંતોષ માની લીધો છે. આઝાદીના આટવા વર્ષો પછી પણ જ્યારે જો કોઈ બિમાર વ્યક્તિને રસ્તાના અભાવે ખાટલામાં નાખીને દવાખાના સુધી પહોંચાડવો પડે તે આપણા માટે અને તંત્ર માટે એક શરમજનક વાત કહી શકાય તેવી છે.