રજની કોટેચા/ઉના: ઉના તાલુકાનું સૈયદ રાજપરા ગામમાં સ્થાનિક પંચાયતના પાપે છેલ્લા 25 દિવસથી નથી મળતું પીવાનું પાણી. ગામ લોકો પીવાના પાણી માટે આજુબાજુના ગામમાંથી મંગાવે છે પાણીના ટેન્કર. 15 હજારથી વધુની વસ્તી ધરાવતા ગામમાં પીવાનું પાણી ન મળતા ગામ લોકો કરી રહ્યા છે રઝળપાટ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા થી ઘેરાયેલું ગામ એટલે સૈયદ રાજપરા. શિયાળો હોઈ, ઉનાળો હોઈ કે પછી ચોમાસુ હોઈ કોઈ પણ કારણો સર આ ગામમાં છતત પીવાના પાણી સમસ્યા રહે છે. આ દ્રશ્યો છે ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના જ્યાં તંત્ર દ્વારા તો પાણી આપવામાં આવે છે પરંતુ સ્થાનિક પંચાયતના આંતરિક વિવાદોના કારણે છેલ્લા 25 દિવસથી આ ગામના લોકોને પીવાનું પાણી વેહેંચાતું લાવી પીવું પડે છે. એવું નથી કે ગામમાં પીવાના પાણીના ટાંકા નથી છે પરંતુ સ્થાનિક પંચાયતના સભ્યો અને સરપંચ ના વિવાદોના કારણે આજે આ ગામની આ સ્થતિ નિર્માણ પામી છે.


15 હજારથી વધુ વસ્તી ધરાવતા સૈયદ રાજપરા ગામમાં ક્યાંક પંચાયતનાં સભ્યોની પાણી વિતરણ વ્યવસ્થામાં ખામીઓ છે તો દાયકાઓ જૂની પાઇપ લાઈનોનાં કારણે ગામ સુધી પૂરતું પાણી પહોંચતું નથી. ત્યારે આમ નાગરિક છતે પાણીએ પાણી વગર રહે છે. વાત ઉના તાલુકાના છેવાડે આવેલું સૈયદ રાજપરા ગામ ની છે જ્યાં ચોમાસામાં જ પાણી ની પારાયણ શરૂ થઈ છે. લોકો વેચાતું પાણી લઈ પોતાની પ્યાસ બુજાવે છે, પાણી ના ટેન્કર મંગાવી ગામ લોકો વેચાતું પાણી લે છે, પાણી ના એક માટલા ના 3-5 રૂપિયા લેખે વેંચાતુ લે છે,  જુઓ આ દ્રશ્યોમાં પાણીનું ટેન્કર લઈ ને આવેલો આ વ્યક્તિ કઈ રીતે આ ગામની મહિલાઓ પાસેથી પીવાના પાણીના પૈસા ઉઘરાવી રહ્યો છે.


અલ્પેશ ઠાકોર ભાજપમાં આવે તો સ્વાગત છે, સાથે કામ કરીશું: જુગજી ઠાકોર


તો આ તરફ સૈયદ રાજપરા ગામના સસ્પેન્ડેડ અને પૂર્વ મહિલા સરપંચના કહેવા મુજબ ગામની અંદર પંચાયત બોડીમાં આંતરિક વિવાદો છે જેમના કારણે પાણી વિતરણ કરતા તમામ લોકોના 7 -8 મહિનાઓથી પગાર થયા નથી અને જેમના લીધે તમામ કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા છે. તો સામે હાલના સરપંચનો ચાર્જ સંભાળનાર ના કહેવા મુજબ આ ગામમાં જે કોઈ પણ સરપંચ પોતાનો સમય ગાળો પૂરો થાય એટલે પાણી વિતરણ કરવા માટે ના પંપ કાઢી લે છે જેના લીધે આજે ગામ લોકોને પાણી સમસ્યા ઉભી થઇ છે.


અમદાવાદ: દાણીલીમડા વિસ્તારમાં પતિએ ત્રાસ આપતા પત્ની કર્યો આપઘાત


જુઓ LIVE TV:



તાલુકા વિકાસ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત માં તેઓ એ  જણાવેલ કે ગામ માં આંતરિક વિવાદ ના પગલે પાણી ની સમસ્યા વારંવાર ઉદભવે છે પૂર્વ મહિલા સરપંચ કે જેઓ સસ્પેન્ડ થયા છે એમને સ્વખર્ચે કુવા માં મોટર નાખેલ તે તેને કાઢી લીધી છે તેમજ તે મોટર નું બિલ પંચાયત ના અન્ય સભ્યો એ પાસ ન કરતા મોટર કાઢવાને કારણે હાલ પાણી ની સમસ્યા સામે આવેલ છે જોકે તલાટી મંત્રી ને સૂચના અપાયેલ છે અને આવતા 3 દિવસ માં મોટર નાખી ને પાણી વિતરણ શરૂ કરવામાં આવશે આમ દરેક સરકારી બાબુ ઓ એકબીજા પર દોષારોપણ કરી રહયા છે પરંતુ 15 હજાર ની વસ્તી હાલ રામ ભરોસે છે અને પાણી માટે વલખાં મારી રહી છે.