અલ્પેશ ઠાકોર ભાજપમાં આવે તો સ્વાગત છે, સાથે કામ કરીશું: જુગલજી ઠાકોર

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાના સમાચારો વચ્ચે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનું આજે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું. અમદાવાદ થી મહેસાણા સુધી રોડ શો મારફતે ઠેરઠેર સ્વાગત સમારોહ યોજીને જુગલજી ઠાકોર વતન પહોંચ્યા.

અલ્પેશ ઠાકોર ભાજપમાં આવે તો સ્વાગત છે, સાથે કામ કરીશું: જુગલજી ઠાકોર

બ્રિજેશ દોશી/અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાના સમાચારો વચ્ચે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનું આજે અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું. અમદાવાદ થી મહેસાણા સુધી રોડ શો મારફતે ઠેરઠેર સ્વાગત સમારોહ યોજીને જુગલજી ઠાકોર વતન પહોંચ્યા. 5 જુલાઇએ રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ જુગલજી ઠાકોર પહેલીવાર વતન પહોંચ્યા જેના કારણે કાર્યકરો અને સમર્થકો ઉત્સાહિત જોવા મળ્યો હતો. જુગલજી ઠાકોરને ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી ત્યારથી જ મનાઇ રહ્યું છે કે જુગલજી હવે ભાજપનો નવો ઓબીસી ચહેરો હશે અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને ભાજપ સાથે જોડાવાનું કામ કરશે. 

રાજ્યસભામાં સાંસદ બન્યા બાદ પહેલીવાર ગુજરાત આવેલા જુગલજીને આવકારવા ફક્ત ઠાકોર સમાજ નહી પરંતુ વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને તેમના સ્વાગતમાં પણ જોડાયા. સીધી રીતે જ આ જુગલજી ઠાકોરનું શક્તિ પ્રદર્શન હતું જો કે તેમણે આ વાતનો ઇન્કાર કર્યો. ઝી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે દાવો કર્યો કે પોતે તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને આગામી દિવસોમાં લોકોના વિકાસકાર્યોને લઇને રોડમેપ તૈયાર કરશે.

અમદાવાદ: સેટેલાઇટની કંપનીના બેંક એકાઉન્ટ પર સાયબર એેટેક, 52.57 લાખની ચોરી

રાષ્ટ્રીય નેતૃત્વ સાથેની મુલાકાત બાદ તેમણે પોતાના વિસ્તારમાં વધુ સારી કામગીરીનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અલ્પેશ ઠાકોર મુદ્દે તેમણે કહ્યું કે મીડિયાથી મને જાણકારી મળી છે પરંતુ આ નિર્ણય હાઇકમાન્ડે લેવાનો હોય છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં આવશે તો અમે સાથે કામ કરીશું. જે કોઇ ભાજપની વિચારધારા સાથે જોડાય તેનું સ્વાગત છે. 

અલ્પેશ ઠાકોર સાથે કોઇ વિવાદ નથી અને તે નિર્ણય પક્ષે લેવાનો છે. ઉલ્લેખનીય છે કે, જુગલજી ઠાકોર પોતે પણ એકસમયે કોંગ્રેસમાં હતા અને ટીકીટ ન મળતાં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં પણ તેમણે વિધાનસભા અને લોકસભાની ટિકિટ માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ ઓબીસી મતબેંકની જરુરિયાતને ધ્યાનમાં રાખીને ભાજપે સીધી જ તેમને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતાર્યા. ભાજપના 2 રાષ્ટ્રીય નેતાઓની ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીમાં તેમને ઉતાર્યા હતા જ્યાં તેમની જીત નિશ્ચિત હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news