રાજ્યમાં આ વર્ષે વિશ્વ યોગ દિવસ ` યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી`ની થીમ પર ઉજવાશે
દેશ તથા વિશ્વમાં કોરોના વાયરસના સંકટને કારણે આ વર્ષે આગામી 21 જૂને આવનાર વિશ્વ યોગ દિવસની ઉજવણી યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી`ની થીમ પર કરવામાં આવશે.
ગાંધીનગરઃ કોરોના વાયરસના સંકટ (threat of corona virus) વચ્ચે આગામી 21 જૂને 'વિશ્વ યોગ દિવસ' ('World Yoga Day') આવી રહ્યો છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે આ વર્ષે કોઈ જાહેર કાર્યક્રમ યોજાવાના નથી. ત્યારે રાજ્યભરમાં કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર યોગ દિવસની ઉજવણી થશે. આ વર્ષે ‘‘યોગ એટ હોમ યોગા વીથ ફેમિલી’’ (Yoga at Home Yoga with Family) તરીકે રાજ્યભરમાં ઉજવીને કોરોના સંક્રમણ સામે હરેક ગુજરાતી આ યોગ-સાધનાથી રોગપ્રતિકારક શકિત વધારી રક્ષણ મેળવે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી રાજ્ય યોગ બોર્ડની બેઠકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન સંબંધે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમત-ગમત રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી સહિત બોર્ડના સભ્યો આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ આ બેઠકમાં કહ્યું કે, કોરોના સંક્રમણથી બચવા રોગપ્રતિકારક શકિત વધારવી આવશ્યક છે.
વિશ્વ આખું હવે એ તરફ સજાગ બન્યું છે અને યોગ-પ્રાણાયામના માધ્યમ થી રોગપ્રતિકારક શકિત વધારવા તરફ વળ્યું છે ત્યારે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિશ્વને ભેટ એવા યોગ-પ્રાણાયામનું મહત્વ રાજ્યમાં જન જન જસુધી વિસ્તરે તે માટે વિશ્વ યોગ દિવસ મહત્વનો બનશે એવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.
Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 510 કેસ, 34 મૃત્યુ, 370 દર્દી ડિસ્ચાર્જ
આ સંદર્ભમાં તેમણે યોગ બોર્ડ દ્વારા ર૧મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે એક સપ્તાહ એટલે કે તા.૧૪ જૂનથી યોગ-પ્રાણાયામનો વ્યાપક પ્રચાર-પ્રસાર લોકોમાં થાય જાગૃતિ વધે તે માટે સોશિયલ મીડીયા પ્લેટફોર્મના માધ્યમથી યોગ નિદેશનો-યોગ અંગે જાગૃતિ વ્યાખ્યાનો સહિત વિવિધ કાર્યક્રમો યોજવાનું માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે યોગ પ્રશિક્ષકોને માનદ વેતનથી પસંદ કરવામાં આવ્યા છે તે યોગ પ્રશિક્ષકો આ સપ્તાહ દરમ્યાન અને ર૧મી જૂને પણ યોગ નિદર્શનો-યોગ જનજાગૃતિમાં જોડાય તેવા આયોજનની હિમાયત કરી હતી.
મુખ્યમંત્રીએ યોગ-પ્રાણાયામને પ્રવર્તમાન પરિસ્થિતીમાં વધુ પ્રચલિત બનાવવાના હેતુથી વધુને વધુ લોકો યોગાભ્યાસમાં જોડાય તે માટે સેલ્ફી વીથ યોગાસન, યોગ વીથ ફેમીલી જેવા આકર્ષક આયામો પણ આ પ્રચાર-પ્રસાર અભિયાનમાં જોડવાનું પ્રેરક સૂચન કર્યુ હતું. આ બેઠકમાં રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન પણ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવ્યું હતું.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર