Valsad: એકલા રહેતા વૃદ્ધો માટે ચેતવણીરૂપ કિસ્સો, જરૂર છે સાવચેત રહેવાની
છેવાડાના ગામડાઓમાં એકલા રહેતા વૃદ્ધો અને આધેડોએ સાચવીને રહેવાની જરૂર છે. કારણ કે તેમની આસપાસના જ કેટલાક લોકો તેમની સંપતી પર રાખી રહ્યા છે બાજ નજર. આવુ જ કઈક થયુ છે વલસાડના ઉમરગામના એક આધેડ સાથે. તેમણે ન વિચારી હોય તેવી ઘટના જિંદગીભરની ખરાબ યાદ બનીને રહી ગઈ. આરોપીઓ પકડાયા તો ખરા પણ વિશ્વાસ પર ઉઠી ગયા સવાલ.
એકલા રહેતા વૃદ્ધ સાવધાન
અજાણ્યાને ન થવા દો એકલતાની જાણ
કર્મચારીઓનો પણ તમામ ડેટા લઈ રાખો
વલસાડઃ વલસાડના ઉમરગામના દહાડ વિસ્તારમાં થોડા દિવસ રહેતા લૂંટ થઈ હતી. પોતાના બંગલામાં એકલા રહેતા આધેડ રમેશ જૈનના ઘરમાં ઘૂસી લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો હતો. આટલુ જ નહીં રમેશભાઈના આંખમાં કેમિકલ નાખી, માથામાં મારી લૂંટારુ ફરાર થયા હતાં. ઘટનાની જાણ આસપાસના વિસ્તારના લોકોને થતા તો તાત્કાલિક ધસી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અને આધેડને હોસ્પિટલ ખસેડ્યા હતાં તબીબોએ કેમિકલના કારણે આધેડની આંખને નુકસાન થયુ હોવાનું પણ જણાવ્યું.
આધેડ લૂંટાયો હોવાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સનસની લૂંટનું પગેરુ શોધવા કવાયત હાથ ધરી જે દરમિયાન પોલીસને લૂંટારુઓની ભાળ મળી હતી આ ત્રણેય રાજસ્થાની ભાષામાં બોલતા શંકાસ્પદ માલુમ પડતાં તે દિશામાં તપાસ હાથ ધરી અને આરોપીને દબોચી લેવાયા છે. પોલીસ સકંજામાં આવેલા ત્રણેય આરોપી મૂળ રાજસ્થાનના છે પણ હાલ મુંબઈ રહે છે. ત્રણમાંથી એક આધેડનો ઓળખતો હોવાથી તેને ખ્યાલ હતો કે તે એકલા રહે છે તેથી જ સમગ્ર લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad: મણિનગરમાં મંદિર પાસે બાળકી ત્યજી દેવાની ઘટનામાં મોટો ખુલાસો, રાજસ્થાનથી આવી હતી મહિલા
આરોપીઓ મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એક જ વ્યસાયમાં હોવાથી ત્રણેયે શોર્ટકટથી રૂપિયા કમાવવા કિમીયો શોધી લીધો હતો. આ ગેંગનો માસ્ટર માઈન્ડ મુકેશ પુરોહિત નામનો વ્યક્તિ છે. મુકેશના પિતા ભોગ બનનાર રામેશ જૈનની કુરિયર કંપનીની મુંબઈ બ્રાંચમાં જ નોકરી કરે છે. તેથી મુકેશ જાણ તો હતો કે તેના માલિક એકલા રહે છે અને બંગલામાં સારી એવી રોકડ સહિતનો મુદ્દામાલ મળી રહેશે. આ જ માહિતીનો ફાયદો ઉઠાવી પોતાના સાગરીતો સાથે મળી આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.
આ પણ વાંચોઃ Surat: હનીટ્રેપ માટે મહિલાઓએ અપનાવી નવી મોડસ ઓપરેન્ડી
લૂંટારુો આધેડ રમેશ જૈનના બંગલામાં નક્કી કર્યા અનુસાર ત્રાટકયા હતા. જ્યા તેમની આંખમાં કેમિકલ નાખી માથામાં બોથડ પદાર્થ મારી સોનાના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ લઈ ફરાર થયા હતાં. આ લૂંટારુઓએ ફાયરિંગ કર્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી રાયફલ, 20 હજાર રોકડા સહિત 89 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ લૂંટારુઓ તેમનો આ પ્રથમ ગુનો હોવાનું રટણ કરી રહ્યાં છે પણ જે રીતે આધેડ પર ફાયરિંગ કર્યું તે જોતા રીઢા ગુનેગાર હોવાનું લાગી રહ્યુ હોવાથી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube