ઝી બ્યુરો/મોરબી: મોરબી જિલ્લાના વાંધાજનક ફોટો કે વિડીયો બનાવી લઈને દુષ્કર્મ આચરવામાં આવે તેવી ઘટના આગઉ પણ સામે આવી છે તેવી જ એક ઘટના હાલમાં હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં પરિણીતાના વાંધાજનક ફોટા પાડી લીધા હતા અને તેને વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. તેની ફરિયાદ આધારે હાલમાં આરોપીને પકડી લેવામાં આવેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નહીં જોઈ શકો આ હૈયાફાટ રૂદન! તમામ મૃતદેહોની અંતિમ ક્રિયા કરાઈ, બોટાદ હિબકે ચડ્યું..!


હળવદ તાલુકામાં વાડીએ રહેતી અને મજૂરી કામ કરતી પરિણીતા વાડીએ એકલી હતી ત્યારે તેની જાણ બહાર તેના વાંધાજનક ફોટો પડી લેવામાં આવ્યા હતા અને તે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પરિણીતાની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું અને આરોપી દ્વારા પરિણીતાની સાથે અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 


નવાબી શોખ પિતા-પુત્રને ભારે પડ્યા! આખુ ગુજરાત જોતું રહ્યું..બે હાથ જોડી, ઉઠકબેઠક કરી


જે અંગે હળવદ પોલીસ મથકે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે હળવદ પોલીસે હળવદના ચરાડવા ગામે રહેતા સુરેશ ઉર્ફે ચકો ગોરધનભાઈ નામના આરોપીની ધરપકડ કરેલ છે.