`જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો...`, સુરત સહિત દેશમાં 52 સ્થળોએ બોમ્બ ગોઠવ્યાનો મેલ મળ્યો
વીઆર મોલમાં અમે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ. જેટલા લોકોને બચાવવા હોય તેટલા લોકોને બચાવી લો. આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળતાં જ સુરત પોલીસે હાઈએલર્ટ જાહેર કરીને સમગ્ર મોલને ખાલી કરાવ્યો છે. ઉમરા પોલીસની ગાડીઓ મોલમાં દોડી આવી છે.
ઝી બ્યુરો/સુરત: સુરતના વીઆર મોલને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળતાં દોડધામ મચી ગઈ છે. સુરતના વીઆર મોલના નામે અજાણ્યા શખ્સોએ ધમકીભર્યો ઈ-મેઈલ કર્યો છે. ઈમેલમાં ધમકી આપવામાં આવી છે કે, વીઆર મોલમાં અમે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ. જેટલા લોકોને બચાવવા હોય તેટલા લોકોને બચાવી લો. આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળતાં જ સુરત પોલીસે હાઈએલર્ટ જાહેર કરીને સમગ્ર મોલને ખાલી કરાવ્યો છે. ઉમરા પોલીસની ગાડીઓ મોલમાં દોડી આવી છે.
અંબાલાલ પટેલે તારીખ સાથે કહ્યું ગુજરાતમાં ક્યારે ક્યા શું થશે? નવાજૂનીના એંધાણ
સુરતના એડિશનલ પોલીસ કમિશનર કે. એન. ડામોરે ઝી 24 કલાકને માહિતી આપતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં 52 સ્થળે બોમ્બ ગોઠવ્યા હોવાનો પોલીસને ઈમેલ મળ્યો છે. એટલે કે માત્ર સુરત નહીં, દેશભરનાં 52 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.
રૂપાલા વિવાદ વચ્ચે આ બેઠક બની હાઈપ્રોફાઈલ; 'ભાજપ' અને 'આપ' બાદ 'બાપ'ની એન્ટ્રી