અંબાલાલ પટેલે તારીખ સાથે કહ્યું ગુજરાતમાં ક્યારે ક્યા શું થશે? નવાજૂનીના એંધાણ

Gujarat Weather Forecast: ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે કરવામાં વરસાદની આગાહી આવી છે. રાજ્યમાં 13 એપ્રિલથી કમોસમી વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ શરૂ થશે, જેમાં ગુજરાતના 7 જિલ્લામાં મેઘરાજા ભૂક્કા બોલાવી શકે છે. 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં માવઠું પડવાની આગાહી કરાઈ છે, તો 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 

1/10
image

અંબાલાલ પટેલે ભર ઉનાળે ગરમીની આગાહી કરી છે. જેને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. 12 થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવશે. ગુજરાતમાં ફરી એકવાર વાદળો છવાશે અને જોરદાર વરસાદ આવશે. 4 જિલ્લામાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 

12 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી

2/10
image

અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે. 

3/10
image

આગામી તારીખ 12 અને 13 તારીખ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરાઈ હોવાનું જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા 12 એપ્રિલ નવસારી,વલસાડ,સુરત, દીવ,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ 13 એપ્રિલે બનાસકાંઠા,સાબરકાંઠા,કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

4/10
image

આમ, હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસકમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ પણ આપવામાં આવી છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ બે દિવસ છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની શક્યતા છે. 

5/10
image

આ ઉપરાંતના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થશે. તેમણે એમ પણ જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવનાર પાંચ દિવસ માટે હોટ અને હ્યુમીડ એરને કારણે ડિસકમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ આપવામાં આવી છે.

6/10
image

ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે ચોમાસાની વાતો પણ શરૂ થઈ ગઈ છે. ચોમાસાને લઈને Skymet એ મોટી જાણકારી આપી છે. સ્કાઈમેટ પ્રમાણે આ વર્ષે જોરદાર વરસાદ થઈ શકે છે. પરંતુ ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. ધીમી શરૂઆતની સાથે ધીમે-ધીમે ચોમાસું જોર પકડશે. Skymet પ્રમાણે અલ-નીનો ઝડપથી લા-નીનોમાં ફેરવાઈ જશે. તેવામાં જૂનમાં 95 ટકા, જુલાઈમાં 105 ટકા વરસાદની સંભાવના છે. તો ઓગસ્ટમાં 98 ટકા, સપ્ટેમ્બરમાં 110 ટકા વરસાદનું અનુમાન છે.

7/10
image

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો એક તરફ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ત્યાં બીજી તરફ હજુ પણ મિક્સ ઋતુનો અનુભવ થાય છે. હજી પણ વહેલી સવારે અને રાતે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે લોકોને ડબલ સિઝનનો અહેસાસ થાય છે. આવી ડબલ સિઝનની વચ્ચે કરાયેલી આગાહી બીમારીઓ નોતરી શકે છે.  

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડશે

8/10
image

તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે.

શું છે અલ નીનો અને લાલ નીના?

9/10
image

જે રીતે સમુદ્રની સપાટીના તાપમાનમાં નાના ફેરફારથી વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે, તે રીતે અલ નીનો અને લા નીનાની ઘટનાઓ દુનિયાભરમાં હવામાનના મિજાજમાં ફેરફાર થઈ શકે છે. અલ નીનો દરમિયાન સપાટીનું તાપમાન સામાન્યથી વધુ ગરમ થાય છે. તો લા નીના દરમિયાન તે સામાન્યથી વધુ ઠંડુ હોય છે.

વરસાદ પર શું છે IMD નું અનુમાન?

10/10
image

વરસાદને લઈને હવામાન વિભાગના અનુમાનની વાત કરીએ તો એપ્રિલ 2024 દરમિયાન દેશમાં એવરેજ વર્ષા સામાન્ય  LPA ના 88-112% થવાની સંભાવના છે. ઉત્તર પ્રશ્ચિમ ભારતના મોટા ભાગ અને મધ્ય ભારતના ઘણા વિસ્તાર, ઉત્તરીય દ્વીપકલ્પ ભારત, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. પૂર્વી અને પશ્ચિમી કિનારા, પૂર્વી અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તાર અને પશ્ચિમ મધ્ય ભારતમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે.