બનાસકાંઠાઃ દેશમાં અને ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસને અટકાવવા લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પોલીસ લૉકડાઉનનું પાલન કરાવવામાં વ્યસ્ત છે. તો બનાસકાંઠાના ધાનેરાની સબજેલમાંથી ત્રણ કેદીઓ ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. આ ત્રણેય કેદીઓ જેલની જાળી તોડીને ફરાર થઈ ગયા છે. આ આરોપીઓ ઉપર એટ્રોસિટી, નાર્કોટિક્સ અને ચોરીના આરોપો હતા. 


કોરોના વાયરસઃ ભારતમાં સૌથી વધુ કેસ અને મૃત્યુઆંક મામલે દેશમાં ગુજરાત બીજા સ્થાને  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ કેદી થયા ફરાર
બનાસકાંઠાના ધાનેરાની સબજેલમાંથી ત્રણ કેદીઓ ફરાર થઈ ગયા છે. નરોત્તમ ઉર્ફે નપીયો, અશોક સાધુ અને પિન્ટુ વાઘેલા નામના કેદીઓ ફરાર થઈ ગયા છે. ત્રણેય લોકો પર એટ્રોસિટી, નાર્કોટિક્સ અને ચોરીના આરોપો હતા. ઘટનાની જાણ થયા બાદ બનાસકાંઠા પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમે નાકાબંધી કરી દીધી છે. આરોપીઓને પકડી લેવા માટે અલગ-અલગ ટીમ પણ બનાવવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર