ઉદય રંજન/અમદાવાદ : 21 સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા મહત્વનો પાસું છે. જેનો ઉપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે. સાયબર ક્રાઇમે એવા માસ્ટમાઇન્ડોની ધરપકડ કરી છે. જે યૂટ્યૂબ ચેનલ ચાલુ કરી ફેક ન્યુઝ આપી લાખો રૂપિયા કમાતા હતા પણ આખરે સાયબર ક્રાઇમની ગિરફ્તમાં આવી ગયા છે. હાલ તમામની ધરપકડ થઇ ચુકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે જામનગર-કચ્છ હાઇવે બંધ, કોન્ટ્રાક્ટરે મલાઇ માટે લાખો લોકોને હાલાકીમાં મુક્યાં


સાયબર ક્રાઇમની ગિરફતમાં ઉભેલા આરોપીઓના નામ છે. સુરેશ પરમાર, જીગર ધામેલીયા, સુરેશ લુહાર આ આરોપીના અભ્યાસ તો સામાન્ય છે. પણ મગજ ઉચ્ચ કક્ષાના ગુનેગાર જેવું છે. પૈસા કમાવાની લાયમાં ત્રણે આરોપીએ અલગ અલગ યૂટ્યૂબ ચેનલ બનાવી જેમાં ખોટા સનસનીખેજ અને આકર્ષક સમાચાર પોસ્ટ કરી યુ ટ્યુબમાં વ્યુ મેળવી પૈસા કમાતા હતા. આ ત્રણે આરોપી છેલ્લા એક વર્ષથી ગુજરાતની અલગ અલગ ઘટનાઓ અંગે સમાચાર બનાવી યૂટ્યૂબ પર મૂકી લાઈક અને વ્યુ મેળવતા હતા. જેના આધારે તેમને પૈસા મેળવતા હતા. સાયબર ક્રાઇમના સર્વેલન્સ દરમિયાન ફેક ન્યુઝની યૂટ્યૂબ ચેનલ સામે આવતા સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે.


વેજલપુર પોલીસ સામાન્ય નાગરિકો સામે દંડા પછાડે પણ અસામાજીક તત્વો સામે બિચારી બિલાડી બની જાય છે


આ યુ ટ્યુબ ચેનલના મથાળા હેઠળ રથયાત્રામાં હુમલો થયો છે. દ્વારકા મંદિર તણાઈ ગયું. જેવા ખોટા અને સનસની ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા હતા. આરોપી આવા ફેક અને સનસની ફેંલાવે તેવા સમાચાર પ્રસારિત કરીને મહિને 1 લાખ વધારે રૂપિયા કમાતા હતા. સાયબર ક્રાઇમે હવે આવા ભય ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા અલગ અલગ 5 યુ ટ્યુબ ન્યુઝ ચેનલ JD ન્યુઝ, એજ્યુકેશન ટ્રેન્ડ, ગુજરાતી મીડિયા ન્યુઝ,ગુજરાત એક સાગર, યુવરાજ રબારી ફેન ક્લબ નામની યુ ટ્યુબ ચેનલના સંચાલકો સામે ગુનો નોંધી 3 યુટ્યુબ ચેનલ સંચાલકોની ધરપકડ કરી છે. વધારે વ્યુર્સ મેળવા માટે આવા ફેક હેડિંગ સાથે ન્યુઝ પ્રસારિત કરતા યૂટ્યૂબ સંચાલકો સામે સાયબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી છે. આવા લોકોની ધરપકડ કરવા સુધીની પણ કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube