કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે જામનગર-કચ્છ હાઇવે બંધ, કોન્ટ્રાક્ટરે મલાઇ માટે લાખો લોકોને હાલાકીમાં મુક્યાં

જિલ્લામાંથી પસાર થતો જામનગર કચ્છ હાઇવે આજે બપોરના બે વાગ્યાથી બંધ થઈ ગયો છે. કારણ કે, આ રોડ ઉપર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. જેના ડાયવર્ઝનમાં વરસાદી પાણી આવી જવાથી હાલમાં ડાઈવર્જન સંપૂર્ણ ધોવાઈ ગયું છે. જેથી વાહન માટે થઈને ડાયવર્જનને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલમાં જામનગરથી કચ્છ બાજુ જવા માટે થઈને વાહન ચાલકોને લગભગ 50 કિલોમીટરથી વધુ ફરવા માટે જવું પડી રહ્યું છે.
કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે જામનગર-કચ્છ હાઇવે બંધ, કોન્ટ્રાક્ટરે મલાઇ માટે લાખો લોકોને હાલાકીમાં મુક્યાં

મોરબી : જિલ્લામાંથી પસાર થતો જામનગર કચ્છ હાઇવે આજે બપોરના બે વાગ્યાથી બંધ થઈ ગયો છે. કારણ કે, આ રોડ ઉપર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. જેના ડાયવર્ઝનમાં વરસાદી પાણી આવી જવાથી હાલમાં ડાઈવર્જન સંપૂર્ણ ધોવાઈ ગયું છે. જેથી વાહન માટે થઈને ડાયવર્જનને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલમાં જામનગરથી કચ્છ બાજુ જવા માટે થઈને વાહન ચાલકોને લગભગ 50 કિલોમીટરથી વધુ ફરવા માટે જવું પડી રહ્યું છે.

જામનગર જિલ્લામાંથી કચ્છ તરફ જવા માટે થઈને કોસ્ટલ હાઈવે મોરબી જિલ્લામાંથી પસાર થાય છે. મોરબી જિલ્લાના આમરણ પાસેથી આ રસ્તો પસાર થતો હોય તે રસ્તાને મજબુત બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. રસ્તામાં આવતા પુલિયા, નાલાઓને પણ મજબૂત બનાવવા માટેની કામગીરીના ભાગરૂપે તે નવા પુલ બનાવવામાં આવી રહ્યા છે. દરમ્યાન હજનારી ગામ પાસે નવો પુલ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. લગભગ ત્રણથી ચાર મહિના પહેલા સ્થાનિક ગામના લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને ઝડપથી કામ કરવા માટે અને ડાઈવર્જનને મજબૂત બનાવવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી હતી. 

જો કે કોન્ટ્રાક્ટર દ્વારા તે મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો. જેથી કરીને છેલ્લા ચાર પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે બીલીયા, બગથળા સહિતના ગામોમાં પડેલા વરસાદના લીધે હાલમાં હજનારી પાસે જે ડાઈવર્જન બનાવવામાં આવ્યું છે એ ડાઇવર્જન ઉપર પાણી ફરી વળ્યું છે. જેના લીધે ડ્રાઈવર્જન સંપૂર્ણ તૂટી ગયો છે. જેથી કરીને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે. બપોરના બે વાગ્યાથી આ રસ્તા ઉપરથી વાહનો પસાર થઈ શકે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી હાલમાં જામનગરથી કચ્છ બાજુ અથવા તો કચ્છ બાજુથી જામનગર તરફ જવા માટે વાહન ચાલકોને લગભગ 50 કિલોમીટર સુધીનો ફેરો ફરવા માટે જોવો પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news