પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણ શહેરમાં રહેતા ડોક્ટરના મોબાઈલ વોટ્સએપમાં અજાણ્યા ઈસમોએ વીડિયો કોલ કરી નગ્ન વિડિઓ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી. આ અંગે ડોક્ટરે પાટણ સાયબરની ટીમને હકીકત જણાવી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે મોબાઈલ નંબર ધારક સામે બળજબરી પૂર્વક પૈસા કઢાવવાનો ગુનો નોંધાવ્યો હતો. જે અંગે તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપતા પોલીસે છટકુ ગોઠવી ત્રણ ઈસમોને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ શહેરમાં રહેતા ડોક્ટરના મોબાઇલ પર અજાણ્યા ઇસમોએ વીડિયો કોલ કરી વાતોમાં ભોળવી ડોક્ટરનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો. ત્યાર બાદ ડોક્ટરને વોટ્સઅપ ઓડિયો કોલ કરી નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી. આ બાબતની જાણ પોલીસને કરી તો જાનથી મારી નાખવાની ધમકી ઈસમોએ આપી હતી.


રાજ્યસરકારનો મહત્વનો નિર્ણય, આ યોજના હેઠળ વડિલોને ચુકવાશે 75 ટકા સુધી સહાય


ગભરાઈ ગયેલ ડોક્ટરે પાટણ જિલ્લા પોલીસ વિભાગના સાયબર ક્રાઈમ વિભાગનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તેની તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી. જે બાદ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા તપાસ શરી કરી હતી.


કોઈ કપડામાં તો કોઈ ગુપ્તાંગમાં સંતાડીને, જાણો વર્ષે કેટલા ટન સોનું લવાય છે ભારત


પોલીસ તપાસમાં ત્રણ ઈસમો હોવાનું બહાર આવવા પામ્યું હતું અને છટકું ગોઠવી ત્રણે ઈસમોને પાટણ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં ઠાકોર શિવપાલ, ઠાકોર વિશાલ, સાધુ લાભેશ ત્રણે રહે બનાસકાંઠા વાળાને ઝડપી પાડ્યા હતા. જેમાંથી ઠાકોર શિવપાલ બનાસકાંઠામાં લૂંટના ગુનાહમાં પણ અગાઉ ઝડપાયો હતો. ત્યારે હાલ તો પોલીસે ત્રણે ઈસમોની વધુ પૂછપરછ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube