ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગઈકાલે એક વૃદ્ધ વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં અપહરણકર્તાઓની ચૂંગલમાંથી વૃદ્ધ વ્યક્તિનો છુટકારો કરાવ્યો છે. 10 લાખની ખંડણી પણ અપહરકર્તાઓ માંગી હતી હોવાનું ખુલાસો આરોપીઓની પુછપરછમાં સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપી સંજય ચુનારા, સંજય ઠાકોર અને ઉપેન્દ્ર ચુનારાની ધરપકડ ભાડજ સર્કલ નજીકથી કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી 10 લાખની ઉઘરાણીમાં જગદીશ ભાઈ ચુનારા નામના વૃદ્ધનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરીને અપહરણકર્તાઓએ પરિવારજનોને ફોન કરીને રૂપિયા 10 લાખની માંગણી કરતા સમગ્ર મામલો ચાંદખેડા પોલીસ સ્ટેશન પોહચ્યો હતો. આ બાબતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વુધુ તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓને ટ્રેસ આઉટ કરીને ભાડજ સર્કલ નજીકથી દબોચી લેવામાં આવ્યા હતા.


વાંચવા માટે ક્લિક કરો: પોરબંદરઃ હર્ષદ મિયાણી રોડ પર અકસ્માત, પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત


જગદીશ ચુનારાના અપહરણ પાછળની સ્ટોરી કંઈક આવી હતી. આજથી થોડાક મહિનાઓ અગાઉ સંદીપ ચુનારા કે જે જગદીશ ચુનારાનો પુત્ર છે તેણે એક ખાનગી ફાયનાન્સ કંપની પાસેથી રૂપિયા 10 લાખ લીધા હતા. જેના અનુસંધાને સંદીપ ચુનારાના પિતા જગદીશ ચુનારાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બે દિવસ સુધી ગોંધી રાખી માર મારવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે સંજય ચુનારા નામના આરોપીએ રૂપિયા કઢાવી આપવાની બાંહેધરી આપી હતી. જે અનુસંધાને જાગીશ ચુનારાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની આ સમગ્ર કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ વર્ણવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...