બુરહાન પઠાણ/આણંદ :આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા, ખાનકુવા અને શિલી જીતપુરામાં આકાસમાંથી ગોળા પડવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. જેની આજે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભાલેજ પોલીસે ગઈકાલે આ અવકાશી ગોળા કબ્જે કર્યા હતા, જેના બાદ આજે FSL દ્વારા તપાસ આરંભાઈ છે, આ તપાસ બાદ જ આ ગોળા હકીકતમાં શાના છે તે માલૂમ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદમાં ગઈકાલે સાંજે ત્રણ સ્થળે આકાશમાંથી ગોળા પડ્યા હતા. ગોળ ગોળાઓ આકાશમાંથી પડતા ચકચાર મચી ગઈ હતી, તો બીજી તરફ લોકોમાં દહેશત ફેલાઈ હતી. દાગજીપુરા અને ખાનકુવા પાસે ખેતરમાં ગોળા પડ્યા હતા. દાગજીપુરાગામની સીમમાં ગુલાબના ખેતરમાં તેમજ ખાનકુવા ગામની સીમમાં ખેતરમાં તેમજ શિલી જીતપુરામાં ખેતરમાં છતના પતરા તોડી આકાશમાંથી ગોળા પડતા જ લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભય અને દહેશત પ્રસરી જવા પામી હતી. 


આ પણ વાંચો : આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે, ક્યારેય વાંદરાનો શિકાર ન કરનાર સિંહે એક ઝાટકે કપિરાજને કાપી નાંખ્યો


જોકે, ઘટનાની જાણ થતાં ભાલેજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આકાશમાંથી પડેલા ગોળા કબ્જે કર્યા હતા. તો આજે શુક્રવારે એફએસએલ અધિકારી દ્વારા ગોળાઓની ચકાસણી કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે આ ગોળા સેટેલાઇટમાંથી છુટા પડેલા સ્પેસ બોલ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ગોળા વજનમાં બહુ હલકા છે. ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ મોઢાના ભાગ વેલ્ડીંગ કરાયેલા છે. આ ગોળા ખુબ જ મજબૂત છે. આકાશમાંથી પડવા છતાં આ ગોળાઓ અકબંધ છે કોઈ નુકસાન થયું નથી. જેથી તે વિશેષ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હોવાનું અનુમાન છે. 


આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે. આકાશમાંથી ભારેખમ ગોળા પડતા કોઇ જાનહાનીની સમાચાર સામે આવ્યા નથી. કારણ કે તે ગોળા ખાલી ખેતરમાં પડ્યા હતા. 


આ પણ વાંચો : 


હવે લાઈટ-પંખા સંભાળીને વાપરજો, ગુજરાતમાં વીજળી મોંઘી બની 


શિક્ષણધામ બન્યુ રાજકીય અખાડો, ABVP નેતાઓએ હદ વટાવી, આચાર્યને વિદ્યાર્થીનીના પગે પડાવ્યા


હાર્દિકના નવાજૂનીના એંધાણ, રાહુલ ગાંધીને કારણે થઈ ગયો કોંગ્રેસથી મોહભંગ