ચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણા
Loksabha Election 2024 : બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર થી રૂ.૧ કરોડ થી વધુનું ડ્રગ્સ સાથે જામનગર ના ત્રણ શખ્સો ઝપડ્યા, ૧૦૭૨ ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન (એમ.ડી), ક્રેટા કાર સહિત ત્રણ લોકોની ધરપકડ
Jamnagar News મુસ્તાક દલ/જામનગર : લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમ્યાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી ૧ કિલો થી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી છે. રૂ.૧ કરોડ થી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઇ પોલીસ દ્વાર હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ચેકપોસ્ટ પર ચેકિંગ વધારાયું
લોકસભા ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાજ્યને જોડતી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગ ની જી.જે.૧૦.ડી.જે.૩૪૪૮ નંબર ની ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી ૧૦૭૨ ગ્રામ મેથાએમ્ફેટામાઇન (એમ.ડી) નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
બાપ રે! અસહ્ય ગરમીને કારણે વલસાડના પોલ્ટ્રી ફાર્મમાં 1000 મરઘાના મોત
ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો
જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઇસાક આરિફભાઇ બ્લોચ (જાતે:મકરાણી (રહે.શેરી નં.૦૨, અમન સોસાયટી, શાહ પંપ ની સામે, જામનગર), સોહેલ ઓસમાણભાઇ સંધી (જાતે: સંધી) (રહે.નદીપા વિસ્તાર, ત્રણ દરવાજા નજીક, જામનગર) અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા (જાતે: મકરાણી) (રહે.ટીટોડી વાડી, ખોજા ગેટ નાકા પાસે, જામનગર) છે. જેઓ તમામ જામનગર શહેરના રહેવાસી છે.
પોલીસે આ મામલે આરોપીઓ ઇસાક આરિફભાઈ બ્લોચ, સોહેલ ઓસમાણભાઇ સંધી અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા વિરૂધ્ધ એન.ડી.પી.એસ એક્ટ ની કલમ ૮ (સી), ૨૧ (સી) અને ૨૯ મુજબ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ચારેતરફ રૂપાલાનો વિરોધ : લોકોનો આક્રોશ વધતા પોલીસને અપાયો આદેશ
ક્ષત્રિય સંમેલનમાં ભાજપ ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલા વિવાદ આ જિલ્લામાં પ્રસર્યો