રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: કચ્છના (Kutch) એક ગામમાં 3 બાળકોના મોતની ઘટના સામે આવી છે. ગામ નજીક આવેલી નદી પાસે રમવા ગયેલા બાળકો માટીમાં દટાયેલી હાલતમાં મળી આવ્યા હતા. જો કે, બાળકોના મોતના સમાચારથી આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે પોલીસે (Police) ઘટના સ્થળ પર પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના (Kutch) હુશેનીવાઢ ધ્રોબા ગામ નજીક આવેલી નદીની માટીમાં બાળકો રમવા ગયા હતા. નદીની માટીમાં બાળકો ઘર બનાવી અંદર રમતા હતા કે અચાનક માટી ધસી પડતા તેમાં બાળકો દટાઈ ગયા હતા. જો કે, બાળકો મોડે સુધી ઘરે પરત ના ફરતા માતા પિતા સહિત ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે નદીની માટીમાં દટાયેલી હાલતમાં બાળકો મળી આવતા માતા પિતાની હાલત કફોડી થઈ ગઈ હતી.


આ પણ વાંચો:- ફ્રાન્સના પર્યાવરણ મંત્રીની સુરતમાં રીક્ષા ડ્રાઈવ, આ જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા


ત્યારે આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસની એક ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને ત્રણેય બાળકોના મોતનું પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે ત્રણેય બાળકોનો મોતથી માતા પિતા સહિત હુશેનીવાઢ ધ્રોબા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube