Surat: Minister of Environment of France ની રીક્ષા ડ્રાઈવ, લોકો આશ્ચર્યમાં મુકાયા

ફ્રાન્સના મંત્રીનું પ્રતિનિધિમંડળ (Delegation Of France Minister) એરપોર્ટથી સીધુ મનપા કચેરી પહોંચ્યું હતું. ત્યારબાદ મનપાના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી મુલાકાત દરમિયાન તેઓએ સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) કચેરી ખાતે એક ઓટો રીક્ષામાં બેસી રીક્ષા ચલાવી હતી

Surat: Minister of Environment of France ની રીક્ષા ડ્રાઈવ, લોકો આશ્ચર્યમાં મુકાયા

ચેતન પટેલ/ સુરત: રાફેલ (Rafale Fighter Aircraft) બનાવનાર દેશ પ્રાંતના પર્યાવરણ મંત્રીએ (Minister of Environment of France) બાર્બરા પોમપિલીને (Barbara Pompili) સુરત શહેરની ઓટો રિક્ષા ચલાવતા જોઈ દરેક આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. મહાનગર પાલિકાની ગાંધીગીરીથી પ્રભાવિત થઈને ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરા સુરત શહેરની મુલાકાતે આવી છે. ફ્રાન્સના મંત્રીનું પ્રતિનિધિમંડળ (Delegation Of France Minister) એરપોર્ટથી સીધુ મનપા કચેરી પહોંચ્યું હતું. ત્યારબાદ મનપાના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી મુલાકાત દરમિયાન તેઓએ સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) કચેરી ખાતે એક ઓટો રીક્ષામાં બેસી રીક્ષા ચલાવી હતી. એક વિદેશથી આવેલી મંત્રી દ્વારા આવી રીતે એ રીક્ષા ચલાવતા જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. બાર્બરા પિન્ક રીક્ષા અને એ બસ જોઈ પણ આનંદિત થઈ ગયા હતા.

સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation) કામગીરીથી પ્રભાવિત થઈને 1 ફેબ્રુઆરીનાં રોજ ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાન (Minister of Environment of France) બાર્બરા પોમપિલી (Barbara Pompili) સુરત શહેરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ફ્રાન્સનાં પ્રધાનોનું પ્રતિનિધિ મંડળ (Delegation Of France Minister) એરપોર્ટથી સીધુ સુરત (Surat) મહાનગર પાલિકાની કચેરી પહોંચ્યાં હતા. ત્યારબાદ મહાનગર પાલિકાનાં વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા કરી હતી. મનપાના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી મુલાકાત દરમિયાન તેઓએ સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે એક ઓટો રીક્ષામાં બેસી રીક્ષા ચલાવી હતી. એક વિદેશથી આવેલી મંત્રી દ્વારા આવી રીતે રીક્ષા ચલાવતા જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

બાર્બરા (Barbara Pompili) પિન્ક રીક્ષા (Pink Rickshaw) અને બસ જોઈ પણ આનંદિત થઈ ગયા હતા. પર્યાવરણ સંદર્ભે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે સુરત મહાનગર પાલિકાએ શહેરને પ્રદૂષિત થતા અટકાવવા માટે મહાનગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી મોબિલીટી બસ સેવા, ITMS સેન્ટર, બાયોડાઈવર્સિટી પાર્ક, પ્લાસ્ટિક પ્રોસેસિંગ સેન્ટર સહિતનાં પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ વિદેશી ટીમ દ્વારા કરવામાં આવશે. વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત બાદ વિદેશી મહેમાનો સાંજે 7 કલાકે દિલ્હી જવા રવાના થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરીજનોને સામૂહિક પ્રવાસની સેવા પૂરી પાડવા માટે સુરત મેટ્રો રેલ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફ્રાન્સ દ્વારા મહાનગર પાલિકાને આર્થિક સહાય કરવામાં આવી છે. ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાનની મુલાકાત બાદ સુરત શહેર અને ફ્રાન્સ વચ્ચે કેટલાક પ્રોજેક્ટ માટે એમઓયુ થાય તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news