હિતલ પારેખ/ ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે કરણી મનમાં પ્રવેશના મુદ્દા પર બબાલ થઈ હતી. ત્રણ ધારાસભ્યોને પ્રવેશ કરતાં પહેલાં તેમને નોંધાવવાનું કહેતા સલામતી સ્ટાફ સાથે તકરાર થઈ હતી. ધારાસભ્યોએ સલામતી સ્ટાફમાં રજૂઆત કરતાં આખરે મામલો થાળે પડ્યો હતો. જોકે ધારાસભ્યોએ તેમની સાથે થયેલા ગેર વર્તન બદલ નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે સલામતી શાખાના પી.એસ.આઇ એમ બી સાલવીએ ધારાસભ્ય દ્વારા અપશબ્દો બોલવામાં આવતા મામલો બિચકયો હોવાની વાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે અચાનક ધરણાં પર બેસી ગયા હતા. ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત વસોયા તથા લલિત કાગથરા પોલીસ વર્તણુકથી નારાજ થઈ ધરણાં પર બેસી ગયા હતા. વિસ્તારના કામો સંદર્ભે રજુઆત કરવા માટે આવેલા ધારાસભ્યો સાથે પોલીસ કર્મચારીએ ઊંચા અવાજેથી વાત કરતા ત્રણેય ધારાસભ્યો ધરણાં પર બેસી ગયા હતા.


આ પણ વાંચો:- World Milk Day: આરએસ સોઢીએ પશુપાલકોને કહ્યું- તમે સમગ્ર વિશ્વના 700 કરોડ લોકોની જરૂરિયાત પુરી કરી


ધારાસભ્યો સાથે થયેલા આ વર્તનને લઈ નારાજગી વ્યક્ત કરી હતી અને આવા કર્મચારીઓને મહત્વની જગ્યા પરના રાખવા કહ્યું હતું. પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ ત્રણેય ધારાસભ્યો ધરણાં પરથી ઉભા થયા હતા. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ધારાસભ્યો સાથે ગેરવર્તન ન ચલાવી શકાય આ બાબતે સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરીશું.


આ પણ વાંચો:- Bhavnagar: કુદરતના પ્રકોપે લોકો બેઘર, બાવળીયારીથી 100 ટ્રક રાહત સામગ્રી કરાઈ રવાના


ધારાસભ્યોએ સલામતી સ્ટાફમાં રજૂઆત કરતાં આખરે મામલો થાળે પડ્યો હતો. જોકે ધારાસભ્યોએ તેમની સાથે થયેલા ગેર વર્તન બદલ નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે સલામતી શાખાના પી.એસ.આઇ એમ બી સાલવીએ ધારાસભ્ય દ્વારા અપશબ્દો બોલવામાં આવતા મામલો બિચકયો હોવાની વાત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube