Suicide Case મયુર સાંધી/સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ કુટુંબના 3 લોકોએ જીવન ટૂંકાવતા અરેરાટી ફેલાઈ છે. મૈત્રી કરારમાં આખો પરિવાર વેરવિખેર થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ભુગુપુર ગામના એક જ પરિવારના 3 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. અમદાવાદની યુવતી સાથે મૃતક યુવકે મૈત્રી કરાર કર્યા હતા. મૈત્રી કરાર કર્યા બાદ કરાર કરનાર યુવકને અને તેના પરિવારને યુવતી અને તેના પરિવારજનો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસને લઈ યુવક અને તેની માતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તો પિતરાઈ ભાઈને પણ આ મામલે લાગી આવતા તેણે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. તો 12 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની યુવતી સાથે મૃતક યુવકે મૈત્રી કરાર કર્યા હતા
સમગ્ર ઘટના એવી હતી કે,  સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં રહેતા યુવકે અમદાવાદની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ મૈત્રી કરારમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકના પત્ની અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. જેના બાદ મૃતક યુવકે અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા. આ વાત યુવતીના પરિવારજનોને પસંદ ન હતી. જેથી તેઓ અવારનવાર મૃતક યુવકના ઘરે આવતા અને ઝઘડો કરતા. આ સિલસિલો સતત ચાલુ રહેતા અંતે યુવક અને તેની માતાએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં યુવક અને તેની માતાએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કર્યાના 24 કલાકમાં જ તેના પિતરાઈ ભાઇએ પણ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.



ગ્રામજનોએ વિરોધ કર્યા બાદ આરોપીની અટકાયત કરી
માનસિક ત્રાસ મામલે મૃતક યુવકે પોલીસમાં અરજી પણ કરી હતી, પરંતું કોઈ ઉકેલ આવ્યો ન હતો. આત્મહત્યા બાદ તમામના મૃતદેહને ચુડાના ભુગુપુર ગામે લાવવામાં આવ્યા હતા. પરંતુ ભુગુપુર ગામે પરિવારજનોએ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા મૃતદેહો સ્વીકાર્યા ન હતા. જેના બાદ પોલીસ દોડતી થઈ હતી. સ્થાનિકોએ મૃતદેહો ન સ્વીકારતા વાતાવરણ ગરમાયુ હતું. જેના બાદ મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયા હતા. આ બાદ સફાળી જાગેલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પિતરાઈ ભાઈની આત્મહત્યાનું કારણ જાણવા અંગે પણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ એક જ પરિવારના 3 લોકોને મારવા મજબૂર કરનાર 4 લોકોની અટકાયત કરાઈ છે. 12 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની અટકાયત બાદ લીંબડી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણેય મૃતદેહોનો પરિવારજનોએ સ્વીકાર કર્યો હતો. અને મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી.