ભાવનગરમાં દિવાળીની રાત બની લોહિયાળ; એક જ રાતમાં હત્યાના ત્રણ-ત્રણ બનાવથી ખળભળાટ
ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતોને લઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બે આધેડ અને એક યુવાન સહિત ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર શહેર જિલ્લામાં દિવાળીનો તહેવાર રક્ત રંજીત બન્યો છે. એક જ રાત્રીમાં શહેરમાં બે અને જિલ્લામાં એક મળી ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતોને લઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બે આધેડ અને એક યુવાન સહિત ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ભાવનગર પોલીસે ત્રણે બનાવને લઈને તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આજથી બદલાયો ટ્રેન ટિકીટ રિઝર્વેશનનો નિયમ! જાણો બુકિંગથી લઈને કેન્સિલેશનનો નિયમ
ભાવનગર શહેર અને જિલ્લામાં દિવાળીની રાત્રે મારામારીના અનેક બનાવો સામે આવ્યા છે. જેમાં ત્રણ લોકોની સરેઆમ હત્યા નિપજાવવામાં આવી છે. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે હત્યાના ત્રણ બનાવો બનવા પામ્યા છે. જેમાં શહેરના ઘોઘારોડ પોલીસ મથક, ગંગાજળીયા પોલીસ મથક અને ઘોઘા તાલુકા વિસ્તારના હાથબ ગામે હત્યાનો બનાવ બન્યો છે. શહેરના ગંગાજળીયા પોલિસ મથક વિસ્તારમાં આવેલા ગજ્જરના ચોકમાં ફટાકડા ફોડી રહેલા 24 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.
જ્યારે શહેરના ઘોઘારોડ વિસ્તારના બાલયોગીનગરમાં પણ ઘર પાસે પણ ફટાકડા ફોડવાની ના પાડતા આધેડની હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે ઘોઘા તાલુકાના હાથબ ગામે પણ ફટાકડા ફોડતા સમયે ગાળો બોલવાની ના પાડતા આધેડ પર લાકડી ધોકા વડે હુમલો કરી મોત નિપજાવવામાં આવ્યું છે. દિવાળીની એક જ રાત્રીમાં ત્રણ લોકોની ઘાતકી હત્યા થઈ જતા સમગ્ર શહેર જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. પોલીસે હત્યાના બનાવને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અનિલ અંબાણીની ખુશીઓને ફરી કોની નજર લાગી! 1540000000 ભરવાનું અલ્ટીમેટમ મળ્યું
ભાવનગર શહેર દિવાનપરા રોડ, ગજ્જરના ચોક વિસ્તારમાં રહેતા ફરદીન ઉર્ફ રાવણા નામના યુવાનને યુનુસ ઝકરિયા નામના યુવાનની પત્ની સાથે આડા સંબંધ હોય જે બાબતની દાઝ રાખી ફરદીન જ્યારે ઘર નજીક ફટાકડા ફોડી રહ્યો હતો એ દરમ્યાન મોકાનો લાભ લઈને યુનુશ ઝકરિયા મિત્રો સાથે ત્યાં ધસી ગયો હતો. તેમજ ફરદિન કાઈ સમજે એ પહેલાં યુનુસ ઝકરિયા એ તિક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીંકી દેતા ફરદીન સ્થળ પર જ ઢળી પડ્યો હતો. હત્યા ના બનાવમાં એક મહિલા વકીલની સંડોવણી ચર્ચામાં આવી છે. જોકે સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલ હત્યા મામલે ગંગાજળિયા પોલીસે બે લોકોને રાઉન્ડપ કરી તપાસ હાથ ધરી છે.
શહેરના ઘોઘારોડ પોલીસ મથક વિસ્તારના બાલયોગીનગરમાં આવેલ સોમનાથ રેસિડેન્સી નજીક અજાણ્યા યુવાનો ઘર નજીક ફટાકડા ફોડતા હોય કહાન લાખાણી નામના યુવાને તેઓને થોડે દુર ફટાકડા ફોડવાનું કહેતા અજાણ્યા યુવાનો ઉશ્કેરાઈ મારામારી પર ઉતરી આવતા કહાન લાખાણી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, જેને બચાવવા કહાનના પિતા ડો. શિવરાજભાઈ લાખાણી વચ્ચે પડતા અજાણ્યા ઈસમો એ શિવરાજભાઈ ને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારનો મરણતોલ ઘા ઝીંકી દેતા તેઓ સ્થળ પર જ ફસડાઈ પડ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે મામલે ઘોઘારોડ પોલીસે હત્યા કરનાર અજાણ્યા શખ્સોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
ચપટી વગાડતા જ દૂર થઈ જશે ગરીબીનો અભિશાપ! લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરો આ પ્રયોગ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા હાથબ ગામે પણ ફટાકડા ફોડવા જેવી બાબત હત્યાનું કારણ બની છે, હાથબ ગામમાં રહેતા 45 વર્ષીય બુધાભાઈ બારૈયા નામના આધેડની ફટાકડા ફોડવાની ના પાડવા બાબતે હત્યા કરવામાં આવી છે, જેમાં ઘર પાસે ફટાકડા ફોડી રહેલા યુવાનો ફટાકડા ફોડવાની ના પાડતા ચારથી પાંચ જેટલા ગામના જ યુવાનો લાકડી ધોકા લઈને બુધાભાઈ બારૈયા પર તૂટી પડ્યા હતા. જેને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે તપાસી બુધભાઈને મૃત જાહેર કર્યા હતા.
આમ ભાવનગર શહેર અને જિલ્લા મળી હત્યાના ત્રણ બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી, હત્યાના ત્રણ ત્રણ બનાવોને લઈને શહેરની સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા હતા. જ્યારે ઘટના અંગે જાણ થતાં એસ.પી, ડીવાયએસપી અને એલસીબી સહિત ત્રણે મથકનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે તમામ મૃતકોના મૃતદેહોને પી.એમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
બાપ રે બાપ! 350 દેખાડીને Rapidoએ વસૂલ્યું 1000 ભાડું, શું છે સમગ્ર મામલો?