ઝી બ્યુરો/ભરૂચ: ભરૂચના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ પાસે એક મોટી દુર્ઘટના બની છે. વડીયા તળાવ પાસે ટ્રેક્ટર પલ્ટી મારી જતાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ત્રણના મોતમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહી ઘાતક સાબિત થશે? ગુજરાતમાં બદલાશે હવામાન, કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ?


ઉમલ્લા વડિયા મંદીરે દર્શન કરીને પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર પલટી ખાતા આસપાસના લોકો બચાવ કાર્યમાં જોતરાયા હતા. અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરતા ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકો ટોળા ઉમટી  પડ્યા હતા. 


હરણી બોટ દુર્ઘટના: ગુજરાતનો ચકચારી મામલો સુપ્રીમમાં, તંત્રની બેદરકારીથી બાળકોના મોત


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી જતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 23થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. જેમને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, કેટલાકને વધુ સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.


Photos: રંગનાથસ્વામી મંદિરમાં PM મોદી, ગજરાજના લીધા આશીર્વાદ, જાણો અહીંની ખાસિયત