Photos: રંગનાથસ્વામી મંદિરમાં PM મોદી, ગજરાજના લીધા આશીર્વાદ, જાણો અહીંની ખાસિયત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે વિશેષ અનુષ્ઠાન પર છે. હાલ તેઓ ભગવાન રામ સંલગ્ન દેશના અલગ અલગ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદી તમિલનાડુના ત્રિચિના રંગનાથસ્વામી મંદિર પહોંચ્યા અને મંદિરમાં પૂજા અર્ચના કરી. 

1/8
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે વિશેષ અનુષ્ઠાન પર છે. 

2/8
image

હાલ તેઓ ભગવાન રામ સંલગ્ન દેશના અલગ અલગ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદી તમિલનાડુના ત્રિચિના રંગનાથસ્વામી મંદિર પહોંચ્યા અને મંદિરમાં પૂજા અર્ચના કરી. 

3/8
image

રંગનાથ સ્વામી ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે. એવી માન્યતા છે કે મર્યાદા પુરુષોત્તમ રામ અને માતા સીતાએ તેમની પૂજા કરી હતી.  

4/8
image

આ મંદિરનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે. આ મંદિર કાવેરી, અને કોલિદમ નદીની વચ્ચે એક ટાપુ પર છે. 

5/8
image

150 એકરથી વધુ ક્ષેત્રફળમાં તે ફેલાયેલું છે. તેનો જીર્ણોદ્ધાર ચોલ વંશના શાસકોએ કરાવ્યો હતો. પીએમ મોદીએ આ મંદિરમાં કંબ  રામાયણનો પાઠ સાંભળ્યો છે. 

6/8
image

કંબ રામાયણની રચન કંબન ઋષિએ કરી હતી. તે તમિળ ભાષામાં લખાયેલો એક ગ્રંથ છે.   

7/8
image

8/8
image