ખેડા : જિલ્લામાં આજે બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યાં છે. નડિયાદ-ડાકોર રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ યુવકોના મોત નિપજ્યાં છે. જ્યારે  ગોબલજ પાસે ઇનોવા કાર પલટી જવાના કારણે બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. પોલીસ દ્વારા હાલ તો બંન્ને ઘટના અંગે કેસ દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 68 નવા કેસ, 21 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


નડિયાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોનાં મોત નિપજ્યાં છે. નડિયાદમાં ડાકોર રોડ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ત્રણ યુવાનોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. પોલીસને ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી કબ્જે લઇને સંભવિત અકસ્માત સર્જનારા વાહનની ઓળખ કરવા માટેની તપાસ આદરવામાં આવી છે. મૃતક યુવકોમાં બારૈયા રણછોડભાઈ પુનમભાઈ (રહે.સણસોલી, તા.મહેમદાવાદ), રાવળ રણજીતભાઈ રાજુભાઇ (રહે.સણસોલી, તા.મહેમદાવાદ), પરમાર મીતુલભાઈ (રહે.ભાઈજીપુરા, ડભાણ, તા.નડિયાદ) છે.


GUJARAT CORONA UPDATE: 68 નવા કેસ, 21 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


ખેડા પાસેથી પસાર થતા હાઇવે પર અમદાવાદ ગ્રામ્યના પાસિંગની કારને અકસ્માત નડ્યો છે. ગોબલેજ પાસે કાર ચાલકે આગળ જતા ઓવરટેક કરવા જતા પોતાની ઇનોવા કારને ડીવાઇડર અથડાઇ હતી. ગાડી પલટી જતા અકસ્માતે બે લોકોનાં મોત નિપજ્યાં હતા. કાર ચાલક જૈયદુલ અમાન યાકુબભાઇ તમીઝે ઇનોવા કાર બેફામ સ્પીડે હંકારી હતી. એક વાહનને ઓવરટેક કરતા સમયે ગાડી ડિવાઇડર સાથે અથડાઇને પલટી મારી ગઇ હતી. જેમાં બંન્ને લોકોનાં મોત નિપજ્યાં હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube