ઝી બ્યુરો/સુરત: બાળકને તરછોડવાની ઘટનાઓ તો છાસવારે સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં અજીબોગરીબ કહી શકાય તેમ ભૃણ ત્યજી કે ફેંકી દેવાની મજબૂરી કે નિર્દયતા સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોડાદરા રોડ સ્થિત લક્ષ્મી નારાયણ સોસાયટીના ગેટ પાસે મળસકે ત્રણ માસનું ભ્રુણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગોડાદરા પોલીસે શરૂ કરેલી તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં મહિલા-પુરુષ દેખાઈ આવતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાની જાણ પોલીસને થતા આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસે માતા-પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન ભૃણને ત્યજી ફરાર થઈ જતા માતા-પિતા સીસીટીવા કેદ થયા છે. જેમાં હોસ્પિટલની ફાઈલ પણ પુરૂષના હાથમાં છે, જ્યારે મહિલા ભૃણ બહાર કાઢીને ફેંકી રહી છે. ગળામાં નાળ લપેટાયેલી અવસ્થામાં ભ્રુણ જોઈ સ્થાનિક વિસ્તારના લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ઘટના સ્થળે દોડી આવેલી ગોડાદરા પોલીસે ભ્રુણનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યું હતું. આ મામલે ગોડાદરા પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 


આ ઘટનામાં રસ્તા પર લાવારીસ ભૃણ મળી આવતા લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ભૃણને ત્યજી ફરાર થનાર માતા-પિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક વિસ્તારના નર્સિંગ હોમ, દવાખાના અને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે. 


આજુબાજુની સોસાટીઓમાં પણ અગાઉ ગર્ભવતી હોય અને હાલ દેખાતી નહીં હોય તેવી મહિલાની માહિતી મળે તો પોલીસ ને જાણ કરવા જણાવાયું છે. પોલીસે શરૂ કરેલી સીસીટીવીની તપાસ દરમિયાન એક સ્થળે મહિલા-પુરુષ શંકાસ્પદ હાલતમાં જણાઈ રહ્યા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.