ગાંધીનગર: મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓ સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પારદર્શી રીતે કામગીરી કરી રહી છે ત્યારે ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ મહેસૂલ વિભાગના ત્રણ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો નાગરિકોને સત્વરે મળી રહે એ માટે રાજય સરકાર સહેજ પણ ક્ષતિ કે ફરજ પરની બેદરકારી ચલાવી લેવા માંગતી નથી. ત્યારે આજે મહેસૂલ વિભાગના ડાંગ ખાતેના નાયબ કલેક્ટર ટી.કે.વસાવા અને સુરતના માંગરોળ ખાતેના બે નાયબ મામલતદાર એમ.એમ.વસાવા અને ડી.એમ.ચૌધરીને ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube