નિધિરેશ રાવલ/ કચ્છ: કચ્છના ભચાઉ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક સાથે ત્રણ લોકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે લોકોની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. ત્યારે આ મામલે ભચાઉ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અન્ય બે લોકોની શોધખોળ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ, આજે મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ કચ્છના ભચાઉના લોધેશ્વર નજીકથી પસાર થતી કોળી પરિવારના ત્રણ સભ્યો પિતા, પુત્ર અને પુત્રી નર્મદા કેનાલમાં ડૂબ્યા હતા. જેમાં કોળી પરિવારના બે સંતાનોમાંથી છોકરીને તરસ લાગતા તે પાણી પિવા માટે નર્મદા કેનાલ પાસે ગઈ હતી. જો કે, તેની સાથે તેનો ભાઈ પણ ગયો હતો. પરંતુ અચાનક છોકરીનો પગ લપસતા તે વહેતા પાણીમાં તણાઈ હતી. આ જોતો છોકરીના ભાઈએ બુમાબુમ કરી હતી અને તેની બહેનને બચાવવા માટે તે નર્મદા કેનાલમાં કુદી પડ્યો હતો.


આ પણ વાંચો:- કોરોના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે વધુ એક જોખમ, આ કારણથી માસ્ક પહેરવું થયું વધુ ફરજિયાત


પુત્રની બુમો સાંભળી પિતા માનસંગ કોળી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને પુત્ર અને પુત્રીને બચાવવા માટે નર્મદા કેનાલમાં કુદ્યા હતા. પરંતુ આ ત્રણેય પિતા, પુત્ર અને પુત્રી કેનાલના વહેતા પાણીમાં તણાઈ ગયા હતા. જો કે, આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ભચાઉ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો સ્થળે પહોંચી ગયા હતા અને તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં પિતા માનસંગ કોળીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બંને સંતાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube