લાલપુર નજીક નદીના પાણીના પ્રવાહમાં કાર સાથે ત્રણ લોકો તણાયા, એકનું મૃત્યુ
એક જ પરિવારના ત્રણ સભ્યો કાર સાથે નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેમાં એક પુરૂષનું મૃત્યુ થયું છે. તો એક મહિનાની હજુ શોધખોળ ચાલી રહી છે.
મુસ્તક દલ/જામનગરઃ સૌરાષ્ટ્રમાં મેઘમહેરની શરૂઆત થઈ ગઈ છે. અમુક જગ્યાએ તો ધોધમાર વરસાદ બન્યો છે. તો વરસાદને પગલે નવા પાણીની આવક થતા નદીઓમાં પણ પાણીનો પ્રહાવ વધી ગયો છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર નજીક એક નદીમાં કાર તણાવાની ઘટના સામે આવી છે. નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ છે. જેમાં કુલ ત્રણ લોકો સવાર હતા. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
એક મહિલાનો આબાદ બચાવ
આ કારમાં બે મહિલા અને એક પુરૂષ સવાર હતા. નદીના પ્રવાહમાં કાર તણાતા એક પુરૂષનું મોત થયું છે. જ્યારે એક મહિલાને ફાયરબ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવી છે. તો હજુ એક મહિલાની શોધખોળ ચાલી રહી છે. જે પુરૂષનું મોત થયુ તેમનું નામ સાજણભાઈ છે. તેમ જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં પીએસઆઈ, મામલતદાર સહિત 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
કેટલાક લોકો ભારતને વિભાજીત કરવા માગે છે, રામચંદ્ર ગુહાને સીએમનો વળતો જવાબ
દ્વારકાના ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગામડાઓમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સતત ચોથા દિવસે વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube