સુરત : કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાલ માળની નીતા એસ્ટેટ નામની ઇમારતનો સ્લેબ તુટી પડતા ભાગદોડ થઇ ગઇ હતી. બિલ્ડીંગનાં એક ભાગનો સ્લેબ ધરાશાયી થતા કેટલાક લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 3 વ્યક્તિઓને રેસક્યુંક કરવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે તમામને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. રમેશ ભોલે નામનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LRD મુદ્દે આપઘાત: રબારી સમાજનાં આગેવાનોની સમજાવટ બાદ મૃતદેહ સ્વિકારવાની તૈયારી

ચાર માળનું ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ પડ્યા અંગેની માહિતી મળતાની સાથે જ સુરતના મેયર જગદીશ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા. મેયરે જણાવ્યું કે, બિલ્ડિંગનો એક તરફો હિસ્સો તુટી પડ્યો છે. ફાયર અને 108ને યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવકામગીરી કરવા માટે સુચના આપી છે. 3 લોકોને રેસક્યું કરીને સ્મીમેર હોસ્પિટલ મોકલી અપાયા  છે. હોસ્પિટલમાં પણ ડોક્ટર્સની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. હાલ ફાયરનાં ચીફ ફાયર ઓફીસર સહીતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર છે અને તેઓ યુદ્ધનાં ધોરણે કામગીરી કરી રહ્યા છે. 


LRD મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને, નીતિન પટેલ થયા નારાજ

ત્રણ વ્યક્તિનાં રેસક્યું કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડને કોલ મળતાની સાથે જ કતારગામ ફાયરબ્રિગેડની ગાડીઓ રવાના કરી દેવાઇ હતી. ઉપરાંત આસપાસનાં અન્ય ફાયર સ્ટેશનને જાણ કરીને વધારે મદદ મંગાવી લેવાઇ હતી. જે ભાગે સ્લેબ તુટી પડ્યો ત્યાં જરીનું કારખાનું ચાલતું હતું અને ત્રણ લોકો ફસાયા હતા. જેમનું રેસક્યું કરવામાં આવ્યું છે. મોટા ભાગનાં વિસ્તારમાં સર્ચ કરી દેવામાં આવ્યું છે. જો કે બચાવ કરાયેલી વ્યક્તિઓમાં એક મહિલાનો સમાવેશ થાય છે. આ મહિલા ખુબ જ ગભરાઇ ગયા છે જેથી કાંઇ બોલતા નથી. 


અશ્વ શોમાં બે ઘોડા એવા બાધ્યા કે શી વાતે ય છૂટા ન પડે, તમારો પણ શ્વાસ અદ્ધર કરી દે તેવો Video

ફાયર દ્વારા જણાવાયું કે આ બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરીત હતું. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા આ બિલ્ડિને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે ત્રણેક માલિક બદલાઇ ગયા હોવાનાં કારણે આ કારખાનું કોનું છે તે અંગે કોઇ જ માહિતી નહોતી. આ ઉપરાંત માલિકોએ પણ આંતરિક રીતે કોઇ ચર્ચા કરી હોય તેવું લાગતું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube