અશ્વ શોમાં બે ઘોડા એવા બાધ્યા કે શી વાતે ય છૂટા ન પડે, તમારો પણ શ્વાસ અદ્ધર કરી દે તેવો Video

71 માં પ્રજાસત્તાક પર્વ (Republic Day) ની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર છે. જેના ભાગરૂપે આજથી એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે રાજકોટમા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત અશ્વ શો (Horse show) થી કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન એક અજીબ ઘટના બની હતી. અશ્વ શોમાં બે ઘોડા બાખડી પડ્યા હતા. ક્યાંય સુધી બંને ઘોડા લડતા રહ્યા હતા, ત્યારે તેઓને છુટ્ટા પાડવું પણ અઘરુ બની રહ્યું હતું.

Updated By: Jan 18, 2020, 03:05 PM IST
અશ્વ શોમાં બે ઘોડા એવા બાધ્યા કે શી વાતે ય છૂટા ન પડે, તમારો પણ શ્વાસ અદ્ધર કરી દે તેવો Video

રક્ષિત પંડ્યા/રાજકોટ :71 માં પ્રજાસત્તાક પર્વ (Republic Day) ની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર છે. જેના ભાગરૂપે આજથી એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે રાજકોટમા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત અશ્વ શો (Horse show) થી કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન એક અજીબ ઘટના બની હતી. અશ્વ શોમાં બે ઘોડા બાખડી પડ્યા હતા. ક્યાંય સુધી બંને ઘોડા લડતા રહ્યા હતા, ત્યારે તેઓને છુટ્ટા પાડવું પણ અઘરુ બની રહ્યું હતું.

કલાકાર જિગ્નેશ કવિરાજના નામે મહિલાઓ પાસેથી દાગીના પડાવતો પ્રકાશ પકડાયો 

રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલ માઉન્ટેન પોલીસ વિભાગના ગ્રાઉન્ડમાં અશ્વ શો યોજવામાં આવ્યો હતો. આ અશ્વ શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. અશ્વ શોમાં કુલ 79 ઘોડેસવારોએ ભાગ લઈ વિવિધ કરતબ બતાવ્યા હતા. આ સમયે ચાલુ કાર્યક્રમ દરમિયાન બે અશ્વો એકબીજા સાથે બાખડી પડતાં માઉન્ટેન પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. બંને કાળા કલરનો ઘોડો અને બ્રાઉન કલરનો ઘોડો એકબીજાના જીવના દુશ્મન બની ગયા હોય તેમ તૂટી પડ્યા હતા. 

ચકચારી ઘટના : આર્થિક સંકડામણથી થાકીને કોંગ્રેસના નેતા કેસૂર ભેડાએ આત્મહત્યા કરી

બંને ઘોડા ક્યાંય સુધી એકબીજા સાથે બાઝતા રહ્યા હતા. અશ્વ કર્મચારીઓ પણ તેઓને છૂટા કરવા મથામણ કરી રહ્યા હતા, પણ ઘોડા એકબીજા સામે છલાંગ લગાવીને બાખડી રહ્યા હતા. આવામાં પોલીસ કર્મચારીઓના પ્રયાસ પણ વ્યર્થ સાબિત થયા હતા, પરંતુ આખરે એક ઘોડાની લગામ બીજા ઘોડામાં પગમાં ફસાઈ ગઈ હતી, તેથી તે નીચે પડ્યો હતો. આમ, ઘોડાને કન્ટ્રોલ કરવામાં કર્મચારીઓ સફળ રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, આજથી એક સપ્તાહ સુધી રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, ગ્રામ્ય પોલીસ અને કાઠિયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન દ્વારા અશ્વ શો આયોજિત કરાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક