Amul Election બ્રિજેશ દોશી/હિતલ પારેખ/ગાંધીનગર : અમૂલ ડેરીમાં સત્તા પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યાં છે. ખેડા દૂધ સહકારી મંડળી કબજે કરવા ભાજપે મોટી રણનીતિ બનાવી છે. કમલમ ખાતે આજે મધ્ય ગુજરાતના ત્રણ દિગ્ગજ સહકારી આગેવાનો ભાજપમાં જોડાશે. જેમાં જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ, શારદાબેન પટેલ અને સીતાબેન પરમાર ભાજપમાં કેસરિયા કર્યાં છે. આગામી 14 ફેબ્રુઆરીએ ખેડા દૂધ ઉત્પાદક સઘની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીમાં કુલ 15 મતોમાંથી ત્રણ ડિરેક્ટરો જોડાતા ભાજપના પાસે હવે કુલ 13 સભ્યનું જુથબળ પહોંચ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૂલ ડેરીની ચૂંટણી પહેલા 3 સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા છે. અમૂલ ડેરીના 2-3 ડિરેકટરો સહિત સહકારી આગેવાનો ભાજપમાં જોડાતા અમૂલનુ રાજકારણ ગરમાયું છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટિલની હાજરીમાં જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ, શારદાબેન પટેલ અને સીતાબેન પરમાર  ભાજપમાં જોડા યાછે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર પણ ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે અમૂલ ડેરીમાં સત્તા પરિવર્તનના સંકેતો તેજ બન્યા છે. આવામાં વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનની સત્તા જવાના સંકેત સ્પષ્ટ દેખથાઈ રહ્યાં છે. 


14 ફેબ્રુઆરીએ ડેરીની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ ત્રણ સહકારી ડિરેક્ટર્સ ભાજપમાં જોડાવું મોટી રાજકીય હલચલ પેદા કરશે. થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કારમી હારના 50 દિવસમાં કમલમ જઈને ખેસ પહેરી લેતાં સૌને આશ્વર્ય થયું હતું. આ રાજરમત પાછળ દૂધનું સહકારી રાજકારણ જવાબદાર છે. 


આ પણ વાંચો : 


અમદાવાદીઓના માથે 300 કરોડનો પાછલા બારણે વધારો, ભાજપની વાહવાહી 300 કરોડનો કર્યો ઘટાડો


CAની પરીક્ષા મામલે મોટા સમાચાર, જાણી લો કયા અભ્યાસક્રમ મુજબ યોજાશે ગુજરાતમાં પરીક્ષા


હવે આગામી સપ્તાહે આણંદ સંઘની ચૂંટણી છે. એવું કહેવાય છે કે રામમિંહ પરમારને હવે રિપિટ કરવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ એક કોંગ્રેસીને ભાજપમાં લવાયા છે. આ સંજોગોમાં આણંદ સંઘમાં રામ સિંહ પરમારનું જૂથ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સાથે ભળે છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. 


અમૂલ ડેરીની સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1815 દૂધમંડળીઓ સંકળાયેલી છે. જેમાં 1215 દૂધ મંડળીઓ સક્રિય છે. અંદાજે 7,53,194 પશુપાલકોની માતૃસંસ્થા એ અમૂલ ડેરી કહેવાય છે. જેમાં 6 લાખથી વધુ દૂધ ઉત્પાદકો સક્રિય છે. છેલ્લા 25 વર્ષથી રામસિંહ પરમાર અમૂલ ડેરીમાં ડિરેક્ટર, ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. 2 દાયકાથી વધુ સમય તેઓ અમૂલ ડેરીના ચેરમેન રહ્યાં છે. નોંધનીય છે કે, રામસિંહ પરમારે 2017ની વિદ્યાનસભાની ચૂંટણી પહેલા ઠાસરાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પંજો પડતો મૂક્યો હતો. કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનું કમળ પકડી લીધું હતું. આથી તેના શિરપાવરૂપે જીસીએમએમએફનું ચેરમેનપદ મળ્યું હતું. હવે હાલમાં શામળભાઈ ચેરમેન છે.


આ પણ વાંચો : 


બલ્લે બલ્લે... દેશના TOP-10 શિક્ષિત શહેરોમાં ગુજરાતના 2 શહેરો સામેલ, એડમિશન મળ્યુ તો


BIG BREAKING : ગુજરાત સરકારે આપી મોટી રાહત, આ તારીખ પહેલાં નહીં થાય નવી જંત્રીનો અમલ