amul

રાજકોટમાં અમુલ પ્લાન્ટ અંગે મહત્વપૂર્ણ સમાચાર, આણંદપર નહીં પણ અહીં સ્થપાશે ડેરીનો પ્લાન્ટ

સૌરાષ્ટ્ર-રાજકોટને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે. વિશ્વમાં ડેરી ઉધોગમાં ગુજરાત સહિત પોતાનો ડંકો વગાડનારી કંપની અમૂલ હવે એક મોટો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. ક્યાં સ્થપાશે જુઓ..

Nov 23, 2021, 10:05 AM IST

Amul 53 હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી તેમાં મહિલાનો મોટો ફાળો: અમિત શાહ

આજે અમુલ ડેરીની 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદ પહોંચી ગયા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર છે.

Oct 31, 2021, 02:13 PM IST

ANAND: ગૃહમંત્રી અમિત શાહના આગમન પહેલા તડમાર તૈયારી, પોલીસનો ખડકલો

આજે અમુલ ડેરીની 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આણંદ આવી રહ્યા હોઈ તેઓની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડથી લઈને અમુલ ડેરી સુધીનાં માર્ગ પર રીહર્સલ કર્યું હતું. અમૂલ ડેરી પરિસરમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર આણંદ જાણે કિલ્લામાં ફેરવાઇ ચુક્યું છે. અમુલ પરિસરમાં પણ સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

Oct 31, 2021, 12:19 AM IST

Amul ના MD ને 'બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ' એનાયત, જાણો શું છે 4 “P” ની ફોર્મૂલા

''અમૂલ ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા, “અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા'' અને તેના આઈકોનિક ''અટર્લી બટર્લી ડેલિશ્યસ'' પ્રચાર ઝૂંબેશથી ૭૫ વર્ષ જૂની બ્રાન્ડને બનાવીને દરેક ભારતીય પરિવારના તમામ સભ્યોમાં જાણીતી બનાવી છે.

Sep 26, 2021, 10:35 AM IST

અમુલના નામે ડુપ્લીકેટ ઘી તો નથી ખાઇ રહ્યા ને? જાણો સામે આવ્યું મસમોટું કૌભાંડ !

શહેર ગ્રામ્ય પોલીસને અસલીના નામે નકલી ઘી પધરાવતા શખ્સોને પકડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. આરોપીઓ વિખ્યાત કંપનીના નામે બનાવટી ઘી બનાવતા હતા. જે અંગે અમદાવાદની કણભા પોલીસે મુખ્ય આરોપી સહિત 3 શખ્સોની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Sep 7, 2021, 10:06 PM IST

Business opportunity: AMUL સાથે બિઝનેસ શરૂ કરો, મહિને 10 લાખ રૂપિયા કમાણી કરો, જાણો પૂરેપૂરી ડિટેલ

જો તમે તમારો પોતાનો વેપાર ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો હવે તમારો ઈન્તેજાર ખતમ થઈ ગયો સમજો. ડેરી પ્રોડક્ટ્સની ખ્યાતનામ કંપની અમૂલ (Amul) સાથે બિઝનેસ કરવાની તમને સુવર્ણ તક છે. અમૂલ ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. નાના રોકાણમાં દર મહિને બંપર કમાણી થઈ શકે છે. અમૂલની ફ્રેન્ચાઈઝી લેવી એ ફાયદાનો સોદો છે. તેમાં કોઈ ઝંઝટ પણ નથી. 

Aug 30, 2021, 10:09 AM IST

Hutchના Bulldogથી Amulની Girl સુધી, અનોખી જાહેરખબરથી દુનિયાભરમાં ફેમસ થઈ આ કંપનીઓ

Stunning Advertisements: અમૂલને હંમેશાથી જ બેસ્ટ ઈન્ડિયન એડવર્ટાઈઝીંગ કોન્સેપ્ટના રૂપમાં જોવામાં આવે છે. આ અમૂલની જાહેરખબર છે. આ હાથથી તૈયાર થયેલ એક યુવા છોકરીનું કાર્ટૂન છે, જેના વાળ ભૂરા રંગના અને ફ્રોક પોલ્કા ડોટેડ છે.

Aug 19, 2021, 01:48 PM IST

Amul એ વટાવી દીધું રૂ. ૫૩,૦૦૦ કરોડનું ટર્નઓવર, ૧૯૪૬માં ૨૫૦ લીટર દૂધ એકત્ર કરીને અમૂલે કર્યો હતો પ્રારંભ

કોરોના મહામારીની નકારાત્મક અસર,  રેસ્ટોરન્ટસ, હોટલો અને કેટરીંગની નહિવત માંગ હોવા છતાં અમૂલ ફેડરેશનના દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં રૂ.૩૯,૨૪૮ કરોડનું ટર્નઓવર નોંધાવવામાં આવ્યું હતું.

Jul 21, 2021, 08:29 PM IST

200 થી વધારે કેસ નોંધાયેલા છે તેવા કુખ્યાત રવિ પુજારીને ક્રાઇમબ્રાંચે ઉઠાવ્યો, અમુલનાં MD ને પણ આપી હતી ધમકી

અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા વધારે એક સિમાચિન્હ રૂપ કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશનાં ટોચના ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવવી, માનવતસ્કરી, ડ્રગ્સ તસ્કરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને સમગ્ર ભારતમાં જેની વિરુદ્ધ કેસો નોંધાયેલા છે તેવો ડોન રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ દ્વારા બેંગ્લોરથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે ગેંગસ્ટરના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. જેના આધારે બેંગ્લોરથી અમદાવાદ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. જેના પગલે ટીમ રવિ પુજારીને બેંગ્લોરથી લઇને રવાના થઇ હતી. 

Jul 19, 2021, 05:46 PM IST

Cooperative Ministry: નવા સહકારિતા મંત્રાલય પર અમુલની જાહેરાત ચર્ચામાં, કેન્દ્રીય મંત્રીએ કરી શેર

હાલમાં મોદી સરકારે સહકારિતા મંત્રાલય બનાવ્યું છે. તેની કમાન ગૃહ મંત્રી અમિત શાહને સોંપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે અમુલની આ એડને શેર કરી છે. 
 

Jul 10, 2021, 06:19 PM IST

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર સોઢીને APO એવોર્ડ એનાયત, 20 વર્ષ બાદ કોઇ ભારતીયને મળ્યો આ એવોર્ડ

જીસીએમએમએફ (અમૂલ)ના મેનેજિંગ ડિરેકટર ડો.આર.એસ.સોઢીને એશિયન પ્રોડકટિવિટી ઓર્ગેનાઈઝેશન (એપીઓ) ટોક્યો,જાપાનનો રિજીયોનલ એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટિ ચેમ્પિયન એવોર્ડ અપાયો. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ના મેનેજિંગ ડિરેકટર ડો.આર. એસ. સોઢીએ ટોક્યો જાપાનનો પ્રતિષ્ઠિત એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટિ ઓર્ગેનાઈઝેશન (APO) રિજનલ એવોર્ડ મળેલ છે.

Jun 10, 2021, 10:36 PM IST

જીસીએમએમએફ (અમૂલ)ના મેનેજીંગ ડિરેકટરની ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે નિમણુંક

જીસીએમએમએફ (GCMMF) ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.સોઢી (RS Sodhi ) ની તા. ૧ જૂન, ૨૦૨૧ ના રોજ યોજાયેલી આઈડીએફ (IDF) ની જનરલ એસેમ્બલી પ્રસંગે ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે.

Jun 3, 2021, 12:31 PM IST

PETA ની અવળચંડાઈ પર Amul નો જવાબ, બનાસ ડેરીના ચેરમેને પણ કર્યો વિરોધ

  • અમૂલના આરએસ સોઢીએ આ અંગે જવાબ આપતા કહ્યું કે, પેટા સંસ્થા દ્વારા પશુપાલકો વિરુદ્ધ ષડ્યંત્ર છે. પેટા વિદેશી કંપનીઓનો હાથો બનીને કામ કરી રહી છે. પેટા અવારનવાર આવી હરકત કરીને પશુપાલકો વિરુદ્ધ કામ કરે છે

Jun 1, 2021, 03:04 PM IST

World Milk Day: આરએસ સોઢીએ પશુપાલકોને કહ્યું- તમે સમગ્ર વિશ્વના 700 કરોડ લોકોની જરૂરિયાત પુરી કરી

દુનિયાના 24 કરોડ પશુપાલકોના 120 કરોડ પરિવાજનોને લઇને તેમણે કહ્યું કે, તમારી મહેનતથી તમે સમગ્ર વિશ્વના 700 કરોડ લોકોને દૂધની જરૂરિયાત પુરી કરી છે અને બીજી તરફ કરોડો લોકોને રોજગાર આપવા બદલ પશુપાલકોને અભિનંદન આપ્યા હતા

Jun 1, 2021, 02:41 PM IST

PETA V/s Amul : વિગન દૂધ અંગેના પેટાના નિવેદનથી રોષે ભરાયા ગુજરાતના પશુપાલકો

પ્રાણીઓ પર કામ કરતી સંસ્થાએ દૂધ મામલે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પેટા ઈન્ડિયાએ અમૂલ ડેરીને સૂચન આપ્યા કે, ગ્રાહકોની વસ્તી જોતા વિગન દૂધ ઉત્પાદન કરવા તરફ તેણે વળવુ જોઈએ. પેટા ઈન્ડિયાએ અમૂલના ડાયરેક્ટર આરએસ સોઢીને પત્ર લખ્યો કે, દૂધ સહકારી સમિતિએ ફળ-ફૂલથી વિગન ફુડ અને દૂધ માર્કેટમાંથી ઉઠાવવુ જોઈએ. પેટાના આ નિવેદનથી ગુજરાતભરના પશુપાલકો રોષે ભરાયા છે. તો બીજી તરફ ગુજરાતના સહકારી માળખાને તોડવાનો પેટાનો આ પ્રયાસ છે, જેને લોકો વખોડી રહ્યાં છે. 

Jun 1, 2021, 12:37 PM IST

Amul એ હાંસલ કરી મોટી સિદ્ધિ, ભારત-ચીન સરહદ પર મળશે હવે અમૂલના પ્રોડક્ટ્સ

અમૂલે (Amul) મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચીન સરહદ (Indo-China Border) નજીક પોતાનું આઉટલેટ ખોલ્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આરે.એસ. સોઢીએ (R S Sodhi) તેની જાણકારી આપી છે

Apr 12, 2021, 05:30 PM IST

અમૂલે લોન્ચ કરી ઉંટના દૂધમાંથી બનાવેલી આઇસ્ક્રીમ અને મિલ્ક પાવડર, સ્વાદ અને પોષણની બેવડી મજા

એશિયાની જાણિતી અમૂલ ડેરીએ માર્કેટમાં ઉંટના દૂધમાંથી બનેલી ચોકલેટ બાદ હવે લાંબા સમય સુધી ચાલનાર આઇસક્રીમ અને મિલ્ક પાવડર લોન્ચ કર્યો છે. અમૂલે કેમલ મિલ્ક પાવડરથી પહેલી વાર દેશના લોકોને ઉંટના દૂધના સ્વાદ અને પોષણને જાણવાનો મોકો આપ્યો છે. 

Oct 23, 2020, 08:50 PM IST

કરોડોનું ટર્ન ઓવર કરતી મલાઇદાર અમૂલની સત્તા માટે રાજકીય પક્ષો એડીચેટીનું જોર લગાવી રહ્યાં છે

  • કરોડોનું ટર્ન ઓવર કરતી મલાઇદાર અમૂલની સત્તા માટે બંને પક્ષો એડીચેટીનું જોર લગાવી રહ્યાં છે.
  • સહકારી ક્ષેત્રમાં પણ કોંગ્રેસ ભાજપ પ્રેરિત રાજનિતી ઘૂસી ગઈ છે તેવું કહી શકાય
  • મતદાન બાદ મતપેટી સ્ટ્રોંગ રૂમ ખાતે રખાશે અને મતદાનનું પરિણામ હાઇકોર્ટના આદેશ બાદ જ જણાવાશે

Oct 23, 2020, 08:53 AM IST

અમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સરકાર દ્વારા મૂકાયેલા 3 સભ્યોનો વિરોધ ઉઠ્યો

આવનારી ૨૩ તારીખે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાનાર છે. ત્યારે સરકારના પ્રતિનિધિઓના મતદાનને લઇને કોકડુ ગૂંચવાયું છે. ત્યારે અમૂલ બોર્ડમાં રાજકારણ ભલે ન હોય, પણ રાજેન્દ્રસિંહ પરમારનો કાંટો કાઢવા માટે સમગ્ર રાજકીય રમત રમાઈ રહી હોય તેવું સૂત્રોનું કહેવું છે

Oct 20, 2020, 01:38 PM IST