રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
Gujarat Rains : આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગઈ કાલે પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી વહેતી થઈ હતી નદીઓ
Gujarat Weather Forecast : રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી આવી ગઈ છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ તૂટી પડશે. આજે ગુજરાતના લગભગ 25 જિલ્લામાં ભારે તો 8માં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યના આઠ જિલ્લા માટે આગામી એક કલાક ભારે છે. બવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર, આગામી આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ આવશે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ તૂટી પડશે. રાજ્યના 15 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
ક્યાં ક્યાં આજે વરસાદની આગાહી
- દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે અતિભારે વરસાદની આગાહી છે.
- સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે.
- મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી
- ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી
- આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદની આગાહી
- સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી
નવસારીમાં પૂર આવ્યું : શાળા-કોલેજ બંધ, રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો મોડી પડી
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો.
અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ
જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે. અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે.
જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો
અંબાલાલ પટેલની આગાહી
તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે.
11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા
15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા
17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા
19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા
પૃથ્વીને પેલે પાર એક નવી દુનિયા મળી, તેના રહસ્યોએ તો નાસાને પણ ચોંકાવી દીધું!
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જુનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી રીતે તમામ તાલુકામાં ભારે વરસાદ છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના વિસાવદરમાં સાડા 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જુનાગઢ સિટીમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢ જૂનાગઢના કેશોદમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત સુરતના બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ અને જૂનાગઢના માણાવદરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં 9 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 109 તાલુકામાં વરસાદ નોંધાયો. બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધારે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો સુરતના ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો.
11 તાલુકામાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ
15 તાલુકામાં સાત ઇંચ કરતાં વધારે વરસાદ
33 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો
રાજ્યના 50 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો
રાજ્યના 69 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો
105 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો
રાહુલ ગાંધીએ સંસદમાં સરકારને પડકાર ફેંક્યો : લખીને લઈ લો, ગુજરાતમાં તમને હરાવીશું