નવસારીમાં પૂર આવ્યું : શાળા-કોલેજ બંધ, રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો મોડી પડી

Gujarat Rain : તો અમરેલી, જામનગર, દ્વારકા, ગીરસોમનાથમાં પણ વરસ્યો ધોધમાર... બારડોલી, નવસારી સહિતની જગ્યાએ ખાબક્યો 4થી 8 ઈંચ સુધી વરસાદ.... નદી-નાળાઓ પણ છલકાયા..

નવસારીમાં પૂર આવ્યું : શાળા-કોલેજ બંધ, રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો મોડી પડી

Gujarat Weather Forecast : હાલ સમગ્ર ગુજરાતમાં શ્રીકાર વર્ષાનો માહોલ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જુનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી રીતે તમામ તાલુકામાં ભારે વરસાદ છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના વિસાવદરમાં સાડા 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જુનાગઢ સિટીમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢ જૂનાગઢના કેશોદમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત સુરતના બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ અને જૂનાગઢના માણાવદરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં 9 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.

  • 11 તાલુકામાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ 
  • 15 તાલુકામાં સાત ઇંચ કરતાં વધારે વરસાદ 
  • 33 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો 
  • રાજ્યના 50 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો 
  • રાજ્યના 69 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો 
  • 105 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો

નવસારીમાં ઘોડાપૂર
નવસારીમાં સતત ચોથા દિવસે મેઘ મહેર જોવા મળઈ છે. નવસારી જિલ્લાના 2 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ, 2 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન નવસારી, જલાલપોર, ગણદેવી અને ખેરગામમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. 

આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકના વરસાદી આંકડા

  • નવસારી : 214 મિમી (8.91 ઈંચ)
  • જલાલપોર : 196 મિમી (8.16 ઈંચ)
  • ગણદેવી : 93 મિમી (3.87 ઈંચ)
  • ચીખલી : 61 મિમી (2.54 ઈંચ)
  • ખેરગામ : 76 મિમી (3.16 ઈંચ)
  • વાંસદા : 43 મિમી (1.79 ઈંચ)

ગત રાત્રિ 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના 8 કલાકમાં પડેલો વરસાદ
નવસારી : 115 મિમી (4.79 ઈંચ)
જલાલપોર : 108 મિમી (4.50 ઈંચ)
ગણદેવી : 56 મિમી (2.33 ઈંચ)
ચીખલી : 29 મિમી (1.20 ઈંચ)
ખેરગામ : 40 મિમી (1.66 ઈંચ)
વાંસદા : 23 મિમી (0.95 ઈંચ)

નવસારીમાં શાળા-કોલેજ બંધ
ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાના બે તાલુકામાં શાળા, કોલેજો બંધ રાખવાનો આદેશ કરાયો છે. નવસારી જિલ્લા કલેકટર દ્વારા નવસારી અને જલાલપોરની આંગણવાડી, શાળા, કોલેજ, ITI, બંધ રાખવાનો આદેશ કરાયો છે. તો જિલ્લાના બીજા 4 તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની સૂચના અપાઈ છે. 

રેલવે વ્યહવાર પર અસર, ટ્રેનો મોડી પડી
નવસારીમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર ખોવાયો છે. મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડી રેલવે ટ્રેક પર પડતા અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો મોડી થઈ છે. વલસાડથી વડનગર તરફ જતી વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન ઉપર રોકવામાં આવી છે. ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી દોઢ કલાક મોડી નવસારી રેલવે સ્ટેશન ઉપરથી રવાના થઈ છે. ટ્રેક પર પતરા પડવાની ઘટના બનતા મુંબઈ અને અમદાવાદ વચ્ચેના રેલ વ્યવહાર પર અસર પડી છે. ટ્રેન મોડી ઉપાડતા અપડાઉન કરતા નોકરીયાત વર્ગોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 

નવસારી શહેરમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે. ભારે પવન અને વરસાદના કારણે સિંધી કેમ્પ વિસ્તાર પાસે આવેલ સીતારામ નગરમાં વૃક્ષ ઘર પર નમી પડ્યું. મોડી રાતથી નવસારી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. વૃક્ષ નમી પડવાની જાણ નવસારી ફાયર વિભાગના જવાનોને કરવામાં આવી.

વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો સતત ત્રીજા દિવસે વહેલી સવારે વલસાડ ખાતે ધોધમાર વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાય જવા પામ્યા હતા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકા ખાતે નોંધાયો હતો વલસાડ ખાતે 2 કલાકમાં 2.44 ઇંચ વરસાદ વરસતા શહેરના બંને મુખ્ય અંદર પાસ માં પાણી ભરાઈ જવા પામ્યા હતા શહેરના છીપવાડ અંદર પાસ અને મોગરવાડી અંદર પાસમાં પાણી ભરાય જતા વાહન ચાલકોએ અટવવાનો વાળો આવ્યો હતો અંદર પાસ માં કમર સમાં પાણી ભરાય જતા પોલીસ દ્રારા બેરીકેટીંગ કરી બંને અંદર પાસ બંધ કરી દેવામાં આવ્યા હતા વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાય જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વાળો આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news